Home> Business
Advertisement
Prev
Next

ચાની દુકાનથી લઈને રૂ. 2000 કરોડની કંપની, આવી છે વાઘ બકરીના માલિક પરાગ દેસાઈની સફળતાની કહાની

Wagh Bakri Chai Turnover : ગુજરાત ટી ડેપોના નામથી દુકાનની શરૂઆત કરી હતી. તેમની ચાનું નામ નોંધાવતા તેમને બે ત્રણ વર્ષ લાગ્યા હતા. 1980 સુધી તેઓ છૂટક ચા વેચતા હતા.

ચાની દુકાનથી લઈને રૂ. 2000 કરોડની કંપની, આવી છે વાઘ બકરીના માલિક પરાગ દેસાઈની સફળતાની કહાની

Parag Desai Death: દેશની ત્રીજી સૌથી મોટી ચા ઉત્પાદક કંપની વાઘ બકરી (Wagh Bakri Chai) ચાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું (Parag Desai Death) કૂતરા કરડવાથી મોત થયું હતું. 49 વર્ષીય દેસાઈને એક અઠવાડિયા પહેલા મોર્નિંગ વોક દરમિયાન કૂતરાઓએ હુમલો કર્યો હતો. ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોની ટીમે પણ તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા. દેસાઈ 1995માં વાઘ બકરી ચામાં જોડાયા હતા. તે સમયે કંપનીનું ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી ઓછું હતું. આજે વાઘ બકરી કંપનીનું ટર્નઓવર રૂ. 2000 કરોડને પાર કરી ગયું છે. ચાલો જાણીએ કે કંપનીએ આ સ્થાન કેવી રીતે હાંસલ કર્યું?

fallbacks

Sesame Seeds: શિયાળાની સિઝનમાં કયા તલ ખાવા જોઇએ સફેદ કે કાળા?
હાર્ટ એટેકથી થંભી ગઇ વર્ષના યુવકની જીંદગી, 1 કલાક બાદ થયો કુદરતનો કરિશ્મા!

1915માં પરિવાર ભારત પરત ફર્યો
પરાગ દેસાઈનો પરિવાર ચાના વ્યવસાય સાથે છેલ્લી ચાર પેઢીઓથી જોડાયેલો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના પરદાદા (દાદાના પિતા) નારણદાસ દેસાઈના દક્ષિણ આફ્રિકામાં ચાના બગીચા ધરાવતા હતા. અહીં તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા. અહીં દેસાઈ વંશીય ભેદભાવનો શિકાર બન્યા અને તેમને દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવું પડ્યું. તેમનો પરિવાર 1915માં ભારત પાછો ફર્યો. તે માત્ર ચા સંબંધિત કામ જાણતો હતો, તેથી શરૂઆતમાં તેમણે જૂના અમદાવાદ અને કાનપુરમાં ચાની દુકાનો ખોલી.

લાંબા સમય સુધી ગરબા કર્યા પછી શરીરમાં થાય છે આ ફેરફાર, આ હાર્ટ એટેકના છે સંકેત!
એક-બે નહીં 6000 છોકરીઓના દિલ તોડી ચૂકયો છે પ્રભાસ, દક્ષિણનો છે સંજયદત્ત

આ મોટો નિર્ણય 1980માં લેવામાં આવ્યો હતો
તેમણે ગુજરાત ટી ડેપોના નામથી દુકાન શરૂ કરી હતી. તેમની ચાનું નામ નોંધાવતા તેને બે ત્રણ વર્ષ લાગ્યા. 1980 સુધી તેઓ છૂટક ચા વેચતા હતા. તે સમય સુધી છૂટક ચા જથ્થાબંધ સ્વરૂપે વેચાતી હતી. પરંતુ 1980માં ચા મેન્યુફેક્ચરિંગ કંપનીએ એક મોટો નિર્ણય લીધો અને દેશમાં પહેલીવાર પેક્ડ ચાનો બિઝનેસ શરૂ કર્યો. આ નિર્ણય ઘણો પડકારજનક સાબિત થયો. એક સમયે પેક્ડ ચાનો ધંધો બંધ થવાના આરે હતો.

Tomato Mask: વાળને કાળા બનાવશે ટમાટર માસ્ક, આ રીતે કરો ઉપયોગ
Free iPhone લેવા માટે યુવતીએ વાળ કપાવી ટકલું કરાવ્યું, દર્પણમાં ચહેરો જોયો પછી તો...

પાંચ-સાત વર્ષ બહુ ખરાબ નીકળ્યા
વાસ્તવમાં, 80ના દાયકામાં લોકોમાં જાગૃતિનો અભાવ હતો અને પેકેજ્ડ ચા વેચવી સરળ ન હતી. અને પછી તેને તૈયાર કરવાનો ખર્ચ પણ વધુ હતો. પરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, પેકેજ્ડ ચા શરૂ કર્યા પછી, કંપનીના પાંચ-સાત વર્ષ ખૂબ જ ખરાબ ગયા. પરંતુ સંઘર્ષ વચ્ચે, 2003 સુધીમાં વાઘ બકરી બ્રાન્ડ ગુજરાતમાં સૌથી મોટી ચા ઉત્પાદક બની ગઈ હતી. 1980 સુધી અને ત્યાર બાદ ગુજરાત ટી ડેપોએ જથ્થાબંધ અને 7 છૂટક દુકાનો દ્વારા ચાનું વેચાણ ચાલુ રાખ્યું હતું.

NPS vs APY: આ બંને પેન્શન સ્કીમમાં શું છે અંતર? લેતાં પહેલાં જાણી લો A to Z માહિતી
સંભાળજો!!! શનિ મચાવશે ધમાચકડી, આ રાશિવાળાઓનું જીવવું થઇ જશે હરામ

તેમણે કહ્યું કે ધીમે ધીમે ગ્રાહકો જાગૃત થયા અને બ્રાન્ડ પર વિશ્વાસ કરવા લાગ્યા. વાઘ બકરીએ સૌપ્રથમ ટી બેગ રજૂ કરી હતી. પરાગ દેસાઈએ ન્યૂયોર્કથી એમબીએ કર્યા પછી કંપનીને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. જ્યારે તેઓ 1995માં જોડાયા ત્યારે કંપનીનું ટર્નઓવર 100 કરોડ રૂપિયા હતું. આજે વાઘ બકરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 2000 કરોડને પાર કરી ગયું છે. વાઘ બકરી ચાની વિશ્વના 60 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. દેશભરમાં વાઘ બકરી ટી લાઉન્જ અને કાફે પણ છે.

Refined Oil: રિફાઇનલ ઓઇલમાં તળો છો પૂરી અને પુલાવ, તો જાણો તેના નુકસાન
Ravan Dahan Totka: રાવણ દહન બાદ કરશો આ 1 કામ તો થઇ જશો માલામાલ, ઘરે લાવો આ એક વસ્તુ

Puja Niyam: પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવો અથવા ધૂપ? ઘરની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પર પડે છે અસર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More