Home> Business
Advertisement
Prev
Next

કોરોનામાં જો લગ્ન કેન્સલ થયા તો મળશે 10 લાખ રૂપિયા! ખાસ જાણો સંપૂર્ણ વિગતો

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસથી દહેશતનો માહોલ છે. અનેક દેશોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કહેવાય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 

કોરોનામાં જો લગ્ન કેન્સલ થયા તો મળશે 10 લાખ રૂપિયા! ખાસ જાણો સંપૂર્ણ વિગતો

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસથી દહેશતનો માહોલ છે. અનેક દેશોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કહેવાય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 

fallbacks

જો કે બે કોરોનાની લહેર પસાર થયા બાદ જીવન ધીરે ધીરે પાટા પર ચડી રહ્યું હતું. લોકો ફરીથી પહેલાની જેમ લગ્ન, સમારંભો અને ટ્રાવેલ પ્લાન કરી રહ્યા હતા. પરંતુ ફરીથી મહામારીના ત્રીજી લહેરના જોખમને જોતા કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારોએ પણ કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. 

10 લાખ રૂપિયાનું કવર મળશે
કોરોનાને લઈને રાજધાની દિલ્હીમાં યલ્લો અલર્ટ જાહેર કરાયું છે. જે હેઠળ હવે દિલ્હીમાં લગ્ન કે કોઈ સમારંભમાં 20થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. આવામાં જે લોકોએ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં લગ્નનું બુકિંગ કરાયેલું છે જેમનું ટેન્શન વધી ગયું છે. અનેક લોકોએ આર્થિક નુકસાન છતાં લગ્નો કેન્સલ કરાવવા માંડ્યા છે. જો તમે પણ આવું કર્યું હોય તો તમારા માટે કામના સમાચાર  છે. હવે તમને કોરોના દરમિયાન લગ્ન કેન્સલ કરાવવા પર 10 લાખનો ફાયદો મળી શકે છે. આ માટે તમારે વધુ પડતો ખર્ચો  કરવાની પણ જરૂર નથી. 

કામની છે વસ્તુ
કોરોનાના વધતા કેસને જોતા નવી માર્ગદર્શિકાના કારણે આ વર્ષે પણ અનેક લગ્નો રદ થઈ શકે છે. બેન્ક્વેટ હોલ, મેરેજ હોલ, ફાર્મ હાઉસ વગેરેનું બુકિંગ લાખોમાં થતું હોય છે. આવામાં બુકિંગ કેન્સલ કરાવવા પર અનેકવાર આ લોકો પૈસા પાછા આપવાની ના પાડી દે છે. દેશમાં એવી અનેક કંપની આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તમને વેડિંગ ઈન્શ્યોરન્સ આપે છે. 

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં તોતિંગ વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા

દેશની અનેક વીમા કંપનીઓ લગ્નનો પણ વીમો વેચે છે. તેનાથી તમારા ત્યાં લગ્ન કેન્સલ થવાથી લઈને દાગીના ચોરી થવા સુધી અને લગ્ન બાદ અચાનક એક્સિડન્ટ થવા પર  આર્થિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

જાણો કેવી રીતે મળશે લાભ
જો તમે તમારા લગ્નનો વીમો કરાવ્યો હોય તો તમને નુકસાન નહીં થાય. હકીકતમાં આ વીમા કંપનીઓ લગ્ન માટે પહેલેથી પેકેજ તૈયાર રાખે છે. જ્યારે કેટલીક કંપનઓ જરૂર પ્રમાણે પણ પેકેજ ઓફર કરે છે. 

આ મુદ્દે મળશે વીમો
- કેટરરને અપાયેલા એડવાન્સ પર
- બુક કરાયેલા કોઈ હોલ કે રિસોર્ટના એડવાન્સ પૈસા
- ટ્રાવેલ એજન્સીઓને અપાયેલા એડવાન્સ પૈસા
- લગ્નના કાર્ડ  છાપવા પર અપાયેલા પૈસા
- સજાવટ અને મ્યૂઝિક માટે અપાયેલા પૈસા
- લગ્નના વેન્યૂ સેટથી લઈને અન્ય સજાવટ પર અપાયેલા પૈસા

કેવી રીતે નક્કી થાય છે રકમ?
નોંધનીય છે કે વેડિંગ ઈન્શ્યોરન્સનો સમ એશ્યોર્ડ એ વાત પર નક્કી હોય છે કે તમે કેટલી રકમનો વીમો કરાવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે જો તમે લગ્નની તારીખ બદલી છે તો પણ તમે ક્લેમ કરી શકો છો. તેમાં તમારી ઈન્શ્યોર્ડ રકમના ફક્ત 0.7 ટકાથી લઈને 2 ટકા સુધીનું જ પ્રીમિયમ લાગે છે. એટલે કે તમે જો 10 લાખ રૂપિયાનો વેડિંગ ઈન્શ્યોરન્સ કરાવ્યો હશે તો તમારે 7500 થી 15000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરવું પડશે. 

કાલીચરણ મહારાજની ખજુરાહોથી ધરપકડ, મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

આ પરિસ્થિતિઓમાં નહીં મળે લાભ
- આતંકવાદી હુમલો
- કોઈ પણ પ્રકારની હડતાળ
- લગ્નનું અચાનક કેન્સલ થવું કે તૂટી જવું
- દુલ્હા કે દુલ્હનનું કિડનેપ થઈ જવું
- લગ્નમાં દુલ્હા કે દુલ્હનના પોતાની ભૂલથી ફ્લાઈટ કે ટ્રેન મિસ થઈ જવા પર
- લગ્નના કપડાં કે કોઈ પર્સનલ ચીજોનું નુકસાન થવું
- વેન્યુનું અચાનક બદલાઈ જવું કે કેન્સલ થવું
- ઈલેક્ટ્રિકલ કે મિકેનિકલ ખરાબીના કારણે
- લગ્નના વેન્યુની ખોટી દેખરેખથી થયેલું નુકસાન
- જાણી જોઈને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવું કે આત્મહત્યા કરવી

Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ

જાણો આ માટેની પ્રોસેસ
વીમો લેતા પહેલા તમારે લગ્નના ખર્ચની તમામ જાણકારી વીમા કંપનીને આપવી પડે છે. 
- જેવું તમને નુકસાન થાય , તમે વીમા કંપનીને તરત તેની જાણ કરો.
- ત્યારબાદ જો તમારી કોઈ ચીજ ચોરી થઈ હોય તો તેની જાણ પોલીસને કરો અને એફઆઈઆરની કોપી વીમા કંપનીને આપો. 
- ક્લેમ કરવા માટે ફોર્મ ભરો બધા દસ્તાવેજ કંપનીમાં એક સાથે જમા કરો. 
- તમારી વીમા કંપની તેની તપાસ માટે રિપ્રેઝન્ટેટિવ મોકલીને પૂરી જાણકારી લેશે અને પછી ક્લેમ કરેલા પૈસા ચૂકવશે. 
- જો તમારો ક્લેમ સાચો ઠરે તો નુકસાનની પૂરી ભરપાઈ વીમા કંપની કરશે. 
- ખોટા ઠરશો તો ક્લેમ રિજેક્ટ થશે. 
- વીમા કંપની રકમ સીધી લગ્નના વેન્યુ કે વેન્ડરને આપી શકે છે. 
- જો કોઈ પણ પ્રકારે પોલીસી હોલ્ડર ક્લેમની રકમથી ખુશ ન  હોય તો તે સીધો કોર્ટમાં જઈ શકે છે. 
- કોઈ પણ સંજોગોમાં વેડિંગ ઈન્શ્યોરન્સ ક્લેમ દુર્ઘટના ઘટવાના 30 દિવસની અંદર સેટલ થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More