ઝી બ્યુરો/અમદાવાદ: મુસાફરોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આ રૂટમાં મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો થવાનો છે. રેલ્વે મુસાફરી માટે સૌથી સારૂ અને સસ્તુ માધ્યમ રેલવે છે.
રત્ન કલાકારોના પીવાના પાણીમાં કોણે ભેળવ્યું ઝેર? શું બોલ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા?
ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો
આ ટ્રેનની વિગતે વાત કરવામાં આવે તો વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશિયલ ટ્રેનની કુલ 20 ટ્રીપ્સ રહેશે. જેમાં ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 14 એપ્રિલ થી 16 જૂન સુધી દર સોમવારે વટવાથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:45 કલાકે હુબલી પહોંચશે.
બાળકના જન્મની માઈભક્તે રાખી હતી અંબાજીમાં બાધા, જન્મ થતાં ચાંદીથી તોલ્યો..
તેવી જ રીતે, ટ્રેન નંબર 07333 હુબલી -વટવા સ્પેશિયલ 13 એપ્રિલથી 15 જૂન સુધી દર રવિવારે હુબલી થી 19:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.45 કલાકે વટવા પહોંચશે. બંને દિશાઓ માં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સાંગલી, મિરજ, કુડાલ, રાયબાગ, ઘટપ્રભા, ગોકાક રોડ, બેલગામ, લોંડા, અલનાવર અને ધારવાડ સ્ટેશનો પર રોકાશે.
ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે આગામી ચોમાસું? ક્યાં મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે?
આ તારીખથી થશે ટ્રેનનું બુકિંગ
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 07334 નું બુકિંગ 11 એપ્રિલ થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અને તેની અન્ય દરેક બાબતોની મુસાફરોને જાણ હોવી જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે