Home> Business
Advertisement
Prev
Next

કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટ

રેલવે અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેન દોડાવશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટ

ઝી બ્યુરો/અમદાવાદ: કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે)ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે. 

fallbacks

1. ટ્રેન નં. 09009/09010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે  14:25  વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં અનુભૂતિ ક્લાસ, એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને વિસ્ટાડોમ એસી કોચ હશે.

2. ટ્રેન નં. 01155/01156 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે જયારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01156 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી-I ટાયર, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

3. ટ્રેન નં. 01157/01158 દાદર (સેન્ટ્રલ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ટ્રિપ)
26 જાન્યુઆરી 2025  (રવિવાર) ના રોજ દાદર (સેન્ટ્રલ) થી 00:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01158 - અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:55 વાગ્યે દાદર પહોંચશે. ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં AC-I ટાયર, AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

બુકિંગ 23 જાન્યુઆરી 2025થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More