Home> Business
Advertisement
Prev
Next

મોંઘવારીની અસર! વિશ્વ બેન્કે ઘટાડ્યું ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન

વિશ્વ બેન્કનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2023-2024માં પણ ભારતનો વૃદ્ધિ દર 7.1 ટકા રહી શકે છે. આ તેના પાછલા અનુમાનથી 0.30 ટકા વધુ છે. 

મોંઘવારીની અસર! વિશ્વ બેન્કે ઘટાડ્યું ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન

નવી દિલ્હીઃ વિશ્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 7.5 ટકા કરી દીધુ છે. આ પહેલાં તેણે ભારતનો વર્ષ 2022-23નો આર્થિક વૃદ્ધિદર 8.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. વિશ્વ બેન્કે વૈશ્વિક આર્થિક સંભાવનાઓ પર મંગળવારે પોતાના રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સમાં કહ્યું કે વર્તમાનમાં મોંઘવારીના વધતા દબાવ, સપ્લાય ચેનમાં આવી રહેલાં વિઘ્નો અને ભૂ-રાજનીતિક તણાવોથી ઉભા થયેલા પડકારોને જોતા ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડવામાં આવ્યું છે. 

fallbacks

વિશ્વ બેન્કનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2023-2024માં પણ ભારતનો વૃદ્ધિ દર 7.1 ટકા રહી શકે છે. જે તેના પાછલા અનુમાનથી 0.30 ટકા વધુ છે. પાછલું અનુમાન 6.8 ટકાનું હતું. રિપોર્ટમાં અનુમાન છે કે વર્ષ 2024-25 ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ 6.5 ટકા રહી શકે છે. 

આ પણ વાંચોઃ RBI ની જાહેરાત પહેલા 3 મોટી બેંકોએ વધાર્યા વ્યાજ દર, રેપો રેટમાં પણ થઈ શકે છે વધારો

વિશ્વ બેન્કે 2022ના વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિના અનુમાનને પણ 4.1 ટકાથી ઘટાડી 2.9 ટકા કરી દીધુ છે. વિશ્વ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, વૈશ્વિક વૃદ્ધિ 2021ના 5.7 ટકાથી ઘટી 2022માં 2.9 ટકા સુધી આવી શકે છે. આ વૈશ્વિક નાણાકીય સંગઠને જાન્યુઆરી 2022ની વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું અનુમાન 4.1 ટકા રાખ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More