Home> Business
Advertisement
Prev
Next

Yes Bankના ચેરમેન અશોક ચાવલા સહિત બે વરિષ્ઠ આધિકારીઓનું રાજીનામુ

Aircel-Maxis caseની ચાર્ડશીટમાં સીબીઆઇના અશોક ચાવલાનું નામ પણ ઉમેરાયું છે. જણાવામાં આવ્યું કે, ચાવલાએ ભ્રષ્ટ્રચાકના આરોપોને કારણે રાજીનામું આપી દીધું છે. 

Yes Bankના ચેરમેન અશોક ચાવલા સહિત બે વરિષ્ઠ આધિકારીઓનું રાજીનામુ

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની યસ બેંકના કાર્યકારી ચેરમેન અશોક ચાવલાએ તાત્કાલિક અસરથી તેમના પદથી રાજીનામું આપ્યું છે. બેંકએ ચાવલાના રાજીનામા અંગેની જાણ કરતા જણાવ્યું કે સ્વતંત્ર ડાયરેક્ટર વસંત ગુજરાતીએ સામાન્ય કારણોથી રાજુનામુ આપી દીધું છે. 

fallbacks

યશ બેંકે શેર બજારને જણાવ્યું કે ચેરમેન અશોક ચાવલા તાત્કાલિક અસરથી બેંકના ડિરેક્ટર મંડળથી રાજીનામું આપ્યું છે. તથા બેંક દ્વારા એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે, બેંકને એવા ચેરમેનની જરૂર છે જે બેંકને વધારે સમય આપી શકે અને તેમાં ધ્યાન પણ આપી શકે. 

બેંકે કહ્યું કે તે રિઝર્વ બેંકની મંજૂરી મેળવ્યા બાગ જ નવા ચેરમેનની નિયુક્તિ અંગે જાહેરાત કરશે. બેંકના ડાયરેક્ટર મંડળે ઉત્તમ પ્રકાશ અગ્રવાલને પાંચ વર્ષ માટે વધારાનો ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો...જાણો અશોક લેલેન્ડના CEO અને MD વિનોદ દસારીએ કેમ આપ્યુ રાજીનામુ, આ રહ્યું કારણ 

IAS અધિકારી રહી ચૂક્યા છે ચાવલા 
અશોક ચાવલા 1973 બેંચના આઇએએસ અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમણે કેટલાય મહત્વ પૂર્ણ પદ પર કામ કર્યું છે. આ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે ભારત સરકારમાં નાણા સચીવ તરીકે પણ તેમની સેવાઓ આપી છે. તથા તે કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ચાવલા રિલાયન્સ નિપોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના પણ ચેરમેન રહી ચૂક્યા છે. રિઝર્વ બેક ઓફ ઇન્ડિયાના ગવર્નર રધુરામ રાજનનો કાર્યકાળ પૂરો થતા  આરબીઆઇના નવા ગવર્નર બનવામાં પણ તેમનું નામ ચર્ચાયું હતું. 

ભ્રષ્ટાચારના આરોપને કારણે આપ્યું રાજીનામુ 
એયરસેલ મેક્સિસ કેસની ચાર્જસીટમાં સીબીઆઇ દ્વાર ચાવલાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. જણાવામાં આવી રહ્યું છે,કે ચાવલાએ ભષ્ટ્રાચારના આરોપોને ધ્યાને રાખીને તેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. અને હવે તેમને નેશનલ સ્ટોક એક્સચેન્જનું પદ પણ છોડવું પડી શકે છે. 

મહત્વનું છે, કે યસ બેંકએ ભારતનું ચોથી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે. આની સ્થાપના રાણા કપૂર અને અશોક કપૂરે વર્ષ 2004માં કરી હતી. અત્યારે હાલ ભારતમાં જ તેમની આશરે 1050 જેટલી શાખાઓ છે અને 1724 એટીએમ પણ છે. 
(ઇનપુટ ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More