Home> Business
Advertisement
Prev
Next

શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી

Yes Madam Layoff: ડોરસ્ટેપ બ્યુટી સર્વિસ આપતી કંપની યસ મેડમ આ દિવસોમાં વિવાદોમાં છે. નોઈડા સ્થિત કંપનીએ અચાનક 100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી

Yes Madam Layoff: યસ મેડલ હોમ સલૂન સર્વિસ કંપની છે. દાવો કરવામાં આવે છે કે, તેમણે 100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારબાદથી કંપની ઓનલાઈન ટીકાનો સામનો કરી રહી છે. મળતી માહિતી અનુસાર કંપનીએ ઓફિસમાં તેના કર્મચારીઓ વચ્ચે એક સર્વે કર્યો હતો. આ સર્વે કામ કરતા કર્મચારીઓમાં ટેન્શનને લઈને કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જે કર્મચારીઓએ ટેન્શન હોવાનું 'હા' કહ્યું હતું તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. 

fallbacks

આ ઘટના ક્યારે બની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ ઈમેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે તે તાજેતરની જ ઘટના છે. કંપની તણાવગ્રસ્ત કર્મચારીઓને દૂર કરીને તંદુરસ્ત કાર્ય વાતાવરણ બનાવવાનો દાવો કરે છે. જો કે, આ પગલાની વ્યાપક ટીકા થઈ રહી છે. આને અસંવેદનશીલ અને ખોટું પગલું કહેવામાં આવી રહ્યું છે.

એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ

વાંચો, કંપનીએ શું લખ્યું છે?
કંપનીએ તેના ઈમેલમાં લખ્યું કે, 'પ્રિય ટીમ, તાજેતરમાં અમે કામ પરના તણાવ વિશે તમારી લાગણીઓને સમજવા માટે એક સર્વે કર્યો હતો. તમારામાંથી ઘણાએ પોતાની ચિંતાઓ શેર કરી છે, જેનું અમે દિલથી મહત્વ આપી છીએ અને તેમનું સન્માન કરીએ છીએ. એક હેલ્ધી અને સપોર્ટિવ વર્ક અનવાયરનમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ કંપની તરીકે અમે ફીડબેક પર ઘણું વિચારણા કરી છે. તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ કામ પર તણાવમાં ન રહે, એટલા માટે અમે તે કર્મચારીઓને કંપનીથી અલગ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. ઈમેલમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'આ નિર્ણય તરત જ અસરકારક છે અને અસરગ્રસ્ત કર્મચારીઓને અલગથી વધુ માહિતી આપવામાં આવશે. તમારા યોગદાન બદલ આભાર.'

100 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા
લિંક્ડઇન પર આ પોસ્ટ યસ મેડમમાં UX કોપીરાઈટર અનુષ્કા દત્તા દ્વારા શેર કરવામાં આવી છે. કેપ્શનમાં તેણે લખ્યું કે, 'યસ મેડમમાં શું થઈ રહ્યું છે? પહેલા તમે એક રેન્ડમ સર્વે કરો છો અને પછી અચાનક અમને કાઢી મુકો છો. માત્ર એટલા માટે કે અમે ટેન્શનમાં છીએ? અને માત્ર મને જ નહીં, અન્ય 100 લોકોને પણ તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી. 

IGIના IPOની પ્રાઇસ બેન્ડ કરાઈ નક્કી, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે મજબૂત સંકેત

લોકોએ કંપનીના આ નિર્ણયને અમાનવીય ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ તેને કંપનીનો પીઆર સ્ટંટ ગણાવ્યો. એક યુઝર્સે કહ્યું કે, 'તમે 'સ્ટ્રેસ સર્વે' મોકલીને કાળજી લેવાનો ઢોંગ કર્યો અને તેના આધારે તમે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. તે અવિશ્વસનીય અને પાગલ છે.' અન્ય એક યુઝર્સે લખ્યું કે, 'આ ટોક્સિક એક્શન અને કલ્ચર છે. ટોક્સિકના પાયા પર શરૂ થયેલા સ્ટાર્ટઅપ્સ સૌથી ઝડપથી ખતમ થઈ જાય છે. જો આ સાચું હશે તો હું આશા રાખું છું કે લોકો કર્મચારીઓ અને ગ્રાહકો બન્ને તરીકે તમારી બ્રાન્ડનો બહિષ્કાર કરશે અને જો આ એક PR સ્ટંટ છે તો મને આશા છે કે લોકો તે જ કરશે કારણ કે ટ્રેન્ડ કરવાના વધુ સારા રસ્તાઓ છે. જો કે, આ છટણી વાસ્તવિક છે કે પીઆર સ્ટંટ. આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More