Home> Business
Advertisement
Prev
Next

Zee Media અને અદાણી ગ્રુપ વચ્ચે ડીલ પર કરાયેલી ટ્વીટ સાવ ખોટી અને પાયાવિહોણી, કોઈ કરાર થયો નથી

ઝી મિડિયા તરફથી આવો કોઈ કરાર કરવામાં આવ્યો નથી. Zee Media કંપની મેનેજમેન્ટે આ ખબરને સંપૂર્ણ રીતે ફગાવી છે. કંપની આ અંગે પોતાના તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. જાણો શું કહ્યું. 

Zee Media અને અદાણી ગ્રુપ વચ્ચે ડીલ પર કરાયેલી ટ્વીટ સાવ ખોટી અને પાયાવિહોણી, કોઈ કરાર થયો નથી

Zee Media-Adani Group: કોર્પોરેટ જગત અને સોશિયલ મીડિયા પર એક ખબર ઝડપથી ફેલાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અદાણી ગ્રુપે ઝી મીડિયામાં  ભાગીદારી ખરીદી લીધી છે અને કેશ ડીલ કરાઈ છે. આ માટે ગૌતમ અદાણી અને એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રા વચ્ચે એક્સક્લુઝિવ કરાર કરવામાં આવ્યો છે. અહીં ખાસ જણાવવાનું કે આ ખબર સંપૂર્ણ રીતે પાયાવિહોણી અને ખોટી છે. 

fallbacks

ઝી મીડિયાએ ફગાવી ખબર
ઝી મિડિયાના મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ કરાર કરવામાં આવ્યો નથી. Zee Media કંપની મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી આ ખબરને સંપૂર્ણ રીતે ફગાવી છે. કંપનીએ આ અંગે પોતાના તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. 

Zee Media Official Quote - 
ઝી મીડિયાના પ્રવક્તા રોનક જાટવાલાએ કહ્યું કે "ઝી મીડિયા વિશે ડૉ. સુભાષ ચંદ્રા અને ગૌતમ અદાણી વચ્ચે વાતચીત થઈ રહી છે તેવી કેટલાક પત્રકારોએ અફવાઓ ફેલાવી છે. આવી કોઈ પણ અફવાને અમે સંપૂર્ણ રીતે ફગાવીએ છીએ. બંને ગ્રુપ વચ્ચે કોઈ પણ વાતચીત થઈ રહી નથી. આ  ખોટી ખબર છે."

ટ્વીટથી શરૂ થઈ ચર્ચા, પરંતુ સંપૂર્ણ રીતે ખોટી
વાત જાણે એમ છે કે એક ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી છે કે ગૌતમ અદાણી અને સુભાષ ચંદ્રા વચ્ચે એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝ ઝી મીડિયાને ખરીદી રહ્યું છે. આખી ડીલ કેશમાં 30 રૂપિયા પ્રતિ શેરમાં થશે અને સંજય પુગાલિયા ઝી ન્યૂઝના CEO હશે. આ ટ્વીટ અને ખબર બંને પાયાવિહોણા છે, ખોટા છે. ઝી મીડિયા મેનેજમેન્ટનું કહેવું છે કે આ પ્રકારની અફવાઓ પર કોઈ ધ્યાન ન આપો. બંને ગ્રુપ વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. ટ્વિટર અને સોશિયલ મીડિયા પર કેટલાક પત્રકારોએ અફવાઓ ફેલાવી છે. 

અનિલ સિંઘવીએ જાણો શું કહ્યું
ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીના જણાવ્યાં મુજબ, ઝી મીડિયા અને અદાણી એન્ટરપ્રાઈઝ સંલગ્ન જે પણ  ખબરો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તેનો કોઈ આધાર નથી. બંને ગ્રુપ વચ્ચે કોઈ વાતચીત સુદ્ધા થઈ નથી. કેટલાક પત્રકારોએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે. આ અફવાઓ પર ધ્યાન ન આપવું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More