નવી દિલ્લીઃ ફૂડ ડિલીવરી એગ્રીગ્રેટર ઝોમેટોનો આઈપીઓ બુધવાર 14 મી જુલાઈ એટલેકે, આજથી ખુલી ગયો છે. આ ઈશ્યૂ 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. રોકાણકારોને ત્રણ દિવસ સુધી રોકાણ કરવાની તક મળશે. ઝોમાટોના આઈપીઓ પાસેથી 9,000 કરોડ રૂપિયાનું પ્રાથમિક વેચાણ થશે, 375 કરોડ રૂપિયાના શેયર ઓફર ફોર સેલ (OFS) ના માધ્યમથી વેચવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીમાંના અન્ય શેરહોલ્ડરો પણ તેમના શેર વેચી શકશે. જો તમે પણ Zomato IPO માં નાણાં લગાવવાનું વિચારી રહ્યાં છો, તો તમારા કામની તમામની બધી જ વાતો અહીં આ આર્ટિકલમાં જણાવવામાં આવી છે...
આઈપીઓ ક્યારે ખુલશે?
આઈપીઓ 14 થી 16 જુલાઈ સુધી ખુલ્લું છે. છૂટક રોકાણકારો પણ આ સમયગાળા દરમિયાન શેર ખરીદી શકે છે.
પ્રાઈસ બેન્ડ શું છે?
પ્રાઇસ બેન્ડ 72 થી 76 રૂપિયા રાખવામાં આવ્યા છે. જો તમે 76 રૂપિયા પર અરજી કરો છો, તો શેર મળવાની શક્યતા વધારે હશે.
જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ
1 રૂપિયાનું ફેસ વેલ્યુ:
શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો નક્કી કરવામાં આવી છે. છૂટક અને ઉચ્ચ નેટવર્થ વ્યક્તિગત HNI માટે 25 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. 72 રૂપિયા મુજબ કંપનીનું વેલ્યુએશન 56 હજાર 200 કરોડ છે. ઝોમાટોએ એપ્રિલમાં સેબી સમક્ષ આઈપીઓ માટેનો ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો અને ગયા અઠવાડિયે તેને મંજૂરી આપવામાં આવી હતી.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
કેટલા શેરો માટે અરજી કરવી?
195 શેયરોની એક લોટ સાઈઝ છે. ત્યાર બાદ તમે 195 ના ગુણાંકમાં અરજી કરી શકો છો. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. સેબીના જણાવ્યા અનુસાર કોઈપણ આઈપીઓમાં 2 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરી શકાશે નહીં.
છૂટક રોકાણકારો માટે 10 ટકા અનામત:
રિટેલ રોકાણકારો માટે ઇશ્યૂમાં 10 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. એટલે કે રૂ.933 કરોડનો હિસ્સો રિટેલ માટે અનામત છે. QIB ને સૌથી વધુ 75% મળશે. કર્મચારીઓને 65 લાખ શેર મળશે.
Zomato શું કરે છે?
કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ છોકરાઓ ગ્રાહકોને માલ પહોંચાડે છે. કંપની તેની એપ્લિકેશન પર રેસ્ટોરન્ટ સમીક્ષા પણ આપે છે. તેમના માટે માર્કેટિંગ પણ કરે છે. નાણાકીય વર્ષ 2018 માં કંપનીએ કુલ 487 કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743 કરોડ થઈ ગઈ છે. પરંતુ, ઓવરઓલ કોરોના કાળને કારણે કંપનીને કુલ રૂ. 2385 કરોડનું નુકસાન થયું છે.
શેરની ફાળવણી ક્યારે થશે?
ઝોમાટો આઇપીઓમાં કરેલી અરજીનો ખુલાસો 22 જુલાઈએ કરવામાં આવશે. મતલબ કે શેરની ફાળવણી 22 મી સુધીમાં જાણી શકાશે. જો તમને આઈપીઓ નહીં મળે, તો 23 જુલાઈએ, ફાળવણી માટે સ્થિર થયેલ નાણાં પરત કરવામાં આવશે. જો શેર ફાળવણીમાં મળી આવે છે, તો 26 જુલાઇ સુધીમાં ડીમેટ ખાતામાં શેર ઉમેરવામાં આવશે. શેયર ફાળવણીની સ્થિતિ લિંકટાઇમ ઇન્ડિયા અથવા કંપનીની વેબસાઇટ અથવા સ્ટોક એક્સચેંજની વેબસાઇટથી જાણી શકાશે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
શેર બજારમાં ક્યારે થશે Zomato નું લિસ્ટિંગ?
26 જુલાઇના રોજ શેર ડીમેટ ખાતામાં ઉમેર્યા પછી, તે 27 જુલાઈએ NSE, BSE પર તેનું લિસ્ટિંગ થશે. IPOની આવકમાંથી 5,625 કરોડ રૂપિયા કંપનીના એક્સપેંશન પ્લાન પર ખર્ચ કરવામાં આવશે. કંપની પોતાનો વ્યાપ વધારી રહી છે. સાથે આ પૈસા અન્ય કંપનીઓના સંપાદન પાછળ ખર્ચ કરવામાં આવશે.
મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો
TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...
Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે