મુંબઈ : પ્રિયંકા ચોપડા બહુ જલ્દી અમેરિકન દુલ્હન બનવાની છે. તેણે હાલમાં અમેરિકન સિંગર નિક જોનસ સાથે સગાઈ કરી લીધી છે. હવે મળેલી ખાસ જાણકારી પ્રમાણે પ્રિયંકા પોતાના લગ્ન માટે બહુ ઉત્સાહિત છે અને એમાં કોઈ સમાધાન કરવા નથી માગતી. પ્રિયંકાના નજીકના એક મિત્રએ આપેલી માહિતી પ્રમાણે પ્રિયંકા અને નિક લગ્ન કરવા માટે હવાઇની પસંદગી કરી શકે છે. હકીકતમાં આ બંને મીડિયાથી દૂર પ્રાઇવસી જાળવીને લગ્ન કરવા માગે છે. વળી, હવાઇ એ નિક અને પ્રિયંકા બંનેની ફેવરિટ જગ્યા છે એટલે લગ્ન કરવા માટે આ જગ્યાની પસંદગી લગભગ ફાઇનલ છે. મળતી માહિતી પ્રમાણે બંને ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી શકે છે. જોકે લગ્નની તારીખની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઇની જાહેરાત બાદ ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. પ્રિયંકા અને નિકનું નામ પોત- પોતાની ઇન્ડસ્ટ્રીના જાણીતા હસ્તીઓ પૈકી એક છે. બંન્ને સ્ટારડમનો અંદાજ તેમના લક્ઝરી લાઇફસ્ટાઇલ પરથી સ્પષ્ટ ઝળકે છે. જો બંન્નેની વાર્ષિક કમાણીની વાત કરીએ તો બંન્ને અખુટ સંપત્તીના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકન સિંગર નિક જોન્સન કમાણી મુદ્દે પ્રિયંકા ચોપડા કરતા ઘણો આગળ છે.
નિકની કમાણી Daily Mail estimatesના એક રિપોર્ટ અનુસાર વાર્ષીક 25 મિલિયન છે. એટલે કે નિક વાર્ષિક 171 કરોડ રૂપિયા કમાય છે. અત્રે ઉંલ્લેખનીય છે કે આ આંકડો 1 June, 2016 થી 1 June, 2017 સુધીનો છે. જે તેની કમાણીનાં બહાર પડેલા રિપોર્ટ પર બેઝ્ડ છે. બીજી તરફ પ્રિયંકાની વાત કરીએ તો વર્ષ 2017નાં ફોર્બ્સનાં રિપોર્ટ અનુસાર પ્રિયંકા મોસ્ટ પાવરફુલ વુમેનની યાદીમાં 97માં નંબર પર હતી. આ રિપોર્ટમાં પ્રિયંકાની વાર્ષીક કમાણી 64 કરોડ રૂપિયા ગણાવાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે