Home> Entertainment
Advertisement
Prev
Next

'કિંગ ખાન' હોવા છતાં Hrithik Roshanએ પોતાને ગણાવ્યો 'KING', જાણો કારણ

બોલીવુડ અભિનેતા ઋતિક રોશન (Hrithik Roshan)એ 21 વર્ષ પહેલા આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ (Kaho Naa Pyar Hai)'ની સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ પ્રસંગને તેના ચહાકો માટે ખાસ બનાવવા માટે ઋતિક રોશન (Hrithik Roshan)એ ગુરૂવારના તેનો એક વીડિયો શેર કર્યો છે

'કિંગ ખાન' હોવા છતાં Hrithik Roshanએ પોતાને ગણાવ્યો 'KING', જાણો કારણ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ઋતિક રોશન (Hrithik Roshan)એ 21 વર્ષ પહેલા આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ (Kaho Naa Pyar Hai)'ની સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ પ્રસંગને તેના ચહાકો માટે ખાસ બનાવવા માટે ઋતિક રોશન (Hrithik Roshan)એ ગુરૂવારના તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઋતિક રોશને પોતાને 'કિંગ' પણ કહ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- કોરોના કોલર ટ્યૂનમાં હવે નહીં સંભળાય બિગ બીનો અવાજ, કાલથી આ આર્ટિસ્ટનો અવાજ સાંભળજો

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં ઋતિક રોશન (Hrithik Roshan) તેના પુત્ર હ્રેહાન અને હ્રિધાનની સાથે સાયકલની સવારીની મજા મણતો જોવા મળી રહ્યો છે. તેની કેપ પર લખ્યું છે 'The King'. જુઓ આ VIDEO...

ઋતિક રોશન (Hrithik Roshan)એ તેના કેપ્શનમાં હેશટેગનો ઉપયોગ કરી લખ્યું છે, '#daddycool' જ્યારે સ્ક્રીન પર 'હાઈ ઓન લવ' લખેલું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:- કાજોલના લગ્નની વિરુદ્ધ હતા તેના પિતા, અભિનેત્રીએ હવે કારણનો કર્યો ખુલાસો

ઋતિક રોશન (Hrithik Roshan)ની આ ડેબ્યૂ ફિલ્મને તેના પિતા રાકેશ રોશન (Rakesh Roshan)એ નિર્દેશિત કરી છે, જેમાં અભિનેતાની કો સ્ટાર તરીકે અમિશા પટેલ (Amisha Patel)ને કાસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- આ સ્ટાર અભિનેતાના સંતાનો, ફિલ્મોમાં રહ્યાં નિષ્ફળ

હાલમાં જ ઋતિક રોશનએ 10 જાન્યુઆરીના તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ફાઈટરની જાહેરાત કરી છે. જેમાં તે દીપિકા પાદુકોણ સાથે કામ કરતો જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મના નિર્દેશક છે. જેમણે વર્ષ 2019માં આવેલી ઋતિક રોશનની ફિટ ફિલ્મ 'વોર' બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More