Home> Entertainment
Advertisement
Prev
Next

14 વર્ષ બાદ બની રહી છે 3 Idiots Sequel! કરીના કપૂર ખાનનો વીડિયો થયો વાયરલ

3 Idiots Sequel: 3 idiots ફિલ્મની ચર્ચા ફરી એકવાર એટલા માટે થઈ રહી છે કે કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં આ ફિલ્મની સિક્વલ અંગે તેણે હિન્ટ આપી છે. કરીના કપૂર એ આ વિડીયો શેર કરતાની સાથે જ વાયરલ થયો છે

14 વર્ષ બાદ બની રહી છે 3 Idiots Sequel! કરીના કપૂર ખાનનો વીડિયો થયો વાયરલ

3 Idiots Sequel: બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક 3 idiots પણ છે. રાજકુમાર હીરાનીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ સર્જી દીધા હતા અને સાથે જ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી ગઈ. આ ફિલ્મ આજે પણ લોકો માટે તેમની ફેવરિટ ફિલ્મોમાં આવે છે. 3 idiots ફિલ્મની ચર્ચા ફરી એકવાર એટલા માટે થઈ રહી છે કે કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં આ ફિલ્મની સિક્વલ અંગે તેણે હિન્ટ આપી છે. કરીના કપૂર એ આ વિડીયો શેર કરતાની સાથે જ વાયરલ થયો છે અને સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે 14 વર્ષ પછી 3 idiots ની સિક્વલ બની રહી છે.

fallbacks

આ પણ વાંચો:

જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો

સલમાન વિરુદ્ધ ખુલીને બોલી ઐશ્વર્યા કહ્યું, "તેનું મારી લાઈફમાં આવવું ખરાબ સપનું"

OTT પર આવ્યા બાદ ચમકી આ અભિનેતાઓની કિસ્મત, રાતોરાત બની ગયા સ્ટાર

ફિલ્મ 3 idiots ને લઈને કરીના કપૂર ખાને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક તસવીર પણ જોવા મળે છે જેમાં આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી એક પ્રેન્સ કોન્ફરન્સ કરી રહ્યા છે. વીડિયોમાં કરીના કપૂર ફરિયાદ કરે છે કે જ્યારે તે વેકેશનમાં હતી ત્યારે આ ત્રણ લોકોએ મોટું પ્લાનિંગ કરી લીધું છે. આ અંગે આ ત્રણ લોકોએ કરીના કપૂરને કંઈ જ કહ્યું નથી. કરીના કપૂર ફરિયાદ કરે છે અને પછી બોમન ઈરાની ને ફોન કરે છે અને ત્યારે આ વિડીયો પૂરો થાય છે. કરીના કપૂરના આ વિડીયો પછી ચર્ચાઓ શરૂ થઈ છે કે 3 idiots ફિલ્મની સિક્વલ બની રહી છે. 

 

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકુમાર હિરાનીને પણ મીડિયા સાથે વાતચીત દરમિયાન એ વાતની પુષ્ટિ કરી હતી કે 3 idiots ની સિક્વલ બનશે. તેમણે કહ્યું હતું કે હાલ આ ફિલ્મ ઉપર રાઇટીંગનું કામ ચાલી રહ્યું છે. જોકે આ ફિલ્મમાં ક્યાં ક્યાં અભિનેતાઓ હશે,  પ્લોટ શું હશે, ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. 

છે કે ફિલ્મ 3 idiots વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, કરીના કપૂર ખાન, બોમન ઇરાની અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે 400 કરોડથી વધારેની કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More