Home> Entertainment
Advertisement
Prev
Next

અત્યાર સુધી પ્લેન ક્રેશ પર બની 44 ફિલ્મો, જાણો ટોપ 5 પર કઈ છે...

ઘણી ફિલ્મો એવી બને છે કે જે સત્ય ઘટના પર આધારિત હોય છે. તાજેતરમાં જે અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની તેવી ભૂતકાળમાં પણ લોકોએ જોઈ છે. જેમાની અમુક ગંભીર ઘટનાઓ પર ફિલ્મો પણ બની છે. 

અત્યાર સુધી પ્લેન ક્રેશ પર બની 44 ફિલ્મો, જાણો ટોપ 5 પર કઈ છે...

Top 5 films: ગઈકાલે અમદાવાદમાં કાળજું કંપાવી નાખે તેવી દુર્ઘટના બની. એર ઈંડિયાનું વિમાન ક્રેશ થતા 241 લોકોના જીવ હોમાઈ ગયા. દુનિયામાં સૌથી ભયાનક પ્લેન હાદસામાંની આ એક ઘટના છે. આ પ્લેનમાં સવાર ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશની સદનસીબે જાન બચી. તેમણે તેમની આંખે દેખી ભયાનક હકીકત જણાવી. દેશ-દુનિયાના ઈતિહાસમાં પ્લેન ક્રેશની અનેક ઘટનાઓ બની અને ઘણાં લોકોએ તેમના જીવ ગુમાવ્યા. આ પ્રકારની ઘટના પર હોલીવુડ ફિલ્મ મેકર્સે અત્યાર સુધી 44થી વધુ ફિલ્મો બનાવી છે. તેમાની આ પાંચ ફિલ્મો રુવાડાં ઊભા કરે તેવી છે.

fallbacks

ફાઈનલ ડેસ્ટિનેશન (2000)
વર્ષ 2000માં રિલીઝ થયેલ ફિલ્મ ફાઈનલ ડેસ્ટિનેશન એક ભયાનક વાર્તાને રજૂ કરે છે. આ ફિલ્મમાં એલેક્સ નામક કિશોરને સપનું આવે છે કે તે જે વિમાનમાં સવાર છે તે દુર્ઘટનાગ્રસ્ત થશે. તે ખૂબ જ ગભરાઈ જાય છે અને વિમાન પરથી ઉતરી જાય છે પણ ત્યારબાદ તેના મિત્રોનું એક એક કરીને શંકાસ્પદ રીતે મૃત્યુ થાય છે. આ ફિલ્મમાં પ્લેન ક્રેશના દ્રશ્યો દેખાડ્યાં છે જે જોઈને લોકો સ્તબ્ધ રહી જાય.  

નોન-સ્ટોપ (2014)
2014માં નોન-સ્ટોપ ફિલ્મ રિલીઝ થઈ જેની ગણતરી ટોપ પ્લેન ક્રેશ મૂવીઝમાં થાય છે. આ ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તેમાં એક અમેરિકી એર માર્શલને સંદેશો મળે છે કે જો તે પૈસા કે મોટી રકમ નહી મોકલે તો 20 મિનિટની અંદર વિમાનમાંથી કોઈ મરી જશે. બાદ, તે એર માર્શલ યાત્રિઓ ઉડાન ભરે તે સમયે હત્યારાને પકડવાની કોશિશ કરે છે. આ મૂવી પ્લેનમાં હાજર લોકો માટે મોત સામે લડવાના અનુભવને દર્શાવે છે. 

કાસ્ટ અવે (2000)
વર્ષ 2000માં અન્ય એક ફિલ્મ કાસ્ટ અવે રિલીઝ થયેલ જેમા એક વ્યક્તિનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે અને તે એક દ્વીપ પર એકલો રહે છે. વગર ભોજન કે કોઈ મદદ, માત્ર ઉમ્મીદના સહારે જીવતા શીખે છે. તે જીવિત રહેવા અને ઘરે પાછા ફરવાની આશા સાથે વર્ષો ત્યાં વિતાવે છે. આ ફિલ્મ માત્ર વિમાન ક્રેશ જ નહી પરંતુ માણસના એકલતા સાથેના જીવનનિર્વાહને પણ બતાવે છે.

અલાઈવ (1993)
1993માં રિલીઝ થયેલ અલાઈવ મૂવીમાં પ્લેન દુર્ઘટનાના માર્મિક દ્રશ્યો જોવા મળે છે. આ ફિલ્મમાં દર્શાવ્યુ છે કે રગ્બી ટીમનું વિમાન બર્ફીલા અંડીજ પહાડોમાં દુર્ઘટનાગ્રસ્ત થાય છે. વગર ભોજન અને કડકડતી ઠંડીમાં તે અઠવાડિયા સુધી ફસાયેલ રહે છે. ત્યારબાદ તેઓ કેવી યુક્તિઓ અજમાવી જીવ બચાવે છે તે દેખાડ્યું છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. 

ફ્લાઈટ (2012)
ફ્લાઈટ ફિલ્મ 2012માં આવી જે ફ્લાઈટ ક્રેશની ઘટના પર આધારિત છે. એક પાયલટ તૂટેલા વિમાન સાથે ક્રેશ લેન્ડિગ કરે છે જેમાથી અમુક લોકો બચી જાય છે અને પાયલટ હીરો બની જાય છે. પરંતુ બાદમાં ખબર પડે છે કે તે પાયલટ નશામાં હતો. તે આ સત્યને છુપાવે છે. આ ફિલ્મમાં દર્દનાયક દ્રશ્યો જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More