5 Tragic Love Story Films: તાજેતરમાં જ ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ સૈયારા રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. જોકે સૈયારા ફિલ્મ એવી છે જેની કમાણી કરતા તેને જોયા પછી લોકોના રિએક્શન વધારે ચર્ચામાં છે. આજના યુવાનો સૈયારા ફિલ્મ જોઈને સિનેમા ઘરોમાં દુઃખમાં ડૂબતા દેખાય છે. સૈયારા ફિલ્મના રિએક્શનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. કેટલાક યુવાનો ફિલ્મ જોઈને રડતા પણ દેખાય છે. જોકે સૈયારા પહેલી ફિલ્મ નથી જેને જોઈને દર્શકોનું આવું રિએક્શન આવ્યું હોય. આ પહેલા ઘણી એવી લવ સ્ટોરી રિલીઝ થઈ ચૂકી છે જેને જોઈને લોકો રડી પડ્યા હોય. આજે તમને 5 આવી ફિલ્મો વિશે જણાવીએ. આ 5 ફિલ્મોના ગીત પણ એટલા દર્દ ભર્યા હતા કે લાંબા સમય સુધી લોકોના દિલ પર તે રાજ કરતા રહ્યા.
આ પણ વાંચો:Bigg Boss 19 માટે સલમાન ખાને લીધી રેકોર્ડ બ્રેક ફી, જાણો ક્યારે જોવા મળશે પ્રીમિયર
દિલવાલે
અજય દેવગન અને રવિના ટંડનની આ ફિલ્મ ઈમોશનલ લવ સ્ટોરી છે. આ ફિલ્મનું ગીત 'જીતા થા જીસકે લીયે' અને 'કિતના હસીન ચહેરા' આજે પણ સાંભળશો તો દિલમાં ઉતરી જશે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મોટા શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં તેનો જબરદસ્ત ક્રેઝ હતો. આ ફિલ્મના ગીત ટેમ્પો, ઓટો, ટ્રક ચારે તરફ ગુંજતા હતા. ફિલ્મમાં અજય દેવગનના પાત્રનું નામ અરુણ હતું અને તેની હાલત જોઈને દર્શકોની આંખો પણ ભીની થઈ જાતી હતી.
આ પણ વાંચો:અહાન પાંડેના જૂના સાથીએ ખોલી એક્ટરની પોલ, શેર કર્યો વર્કશોપના સમલૈંગિક સીનનો અનુભવ
બેવફા સનમ
1995 માં કૃષ્ણ કુમારની આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તે સમયે યુવાનોમાં આ ફિલ્મનો ક્રેઝ સાતમા આસમાને હતો. આ ફિલ્મ નું ગીત 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' લાંબા સમય સુધી લોકપ્રિય રહ્યું. આ ફિલ્મ એવી હતી જેની સ્ટોરી કરતા વધારે ગીત સાંભળીને લોકો ઉદાસ થઈ જતા.
આ પણ વાંચો:WAR 2: વોર 2 ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, ટ્રેલર જોઈ ફિલ્મ જોવાની આતુરતા વધી જશે
Diljale
બોલીવુડની ટ્રેજિક લવ સ્ટોરીની વાત આવે તો અજય દેવગનની દિલ જલે ફિલ્મો પણ આ લિસ્ટમાં આવે. આ ફિલ્મમાં અજય દેવગન એવી સ્થિતિમાં ફસાઈ જાય છે કે તે આતંકવાદ તરફ વળી જાય છે. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નહીં પરંતુ તેની લવ સ્ટોરી, ગીતો અને તેના ડાયલોગ આજે પણ કલ્ટ સ્ટેટ્સ ગણાય છે.
આ પણ વાંચો:Too Much..અત્યાર સુધીના સૌથી બોલ્ડ અને બિંદાસ ટોક શો ની હોસ્ટ બનશે કાજોલ અને ટ્વિંકલ
તેરે નામ
સલમાન ખાનની આ ફિલ્મને કોઈ ભુલાવી શકે નહીં.. આજે પણ તેરે નામ ફિલ્મ જોઈને આંખો ભીની થઈ જાય. તેરે નામ ફિલ્મ થી સલમાનને પણ એક નવી ઓળખ મળી હતી. ફિલ્મમાં સલમાન ખાનના પાત્રનું નામ રાધે હતું અને તેને હિન્દી સિનેમાના સૌથી ઈમોશનલ રોલમાંથી એક ગણવામાં આવે છે. આ ફિલ્મનું મ્યુઝિક અને તેની સ્ટોરી દર્શકોના હૃદયને સ્પર્શી ગઈ હતી. આ ફિલ્મ તમે આજે પણ જોશો તો તમારી આંખો ભીની થઈ જશે
આ પણ વાંચો:કોરિયન ફિલ્મની કોપી છે સૈયારા ? મોહિત સૂરી પર લાગ્યો ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો આરોપ
સનમ તેરી કસમ
વર્ષ 2015માં સનમ તેરી કસમ ફિલ્મ રિલીઝ થઈ હતી. તે સમયે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ટકી શકી નહીં પરંતુ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને પસંદ કરવામાં આવી. આ ફિલ્મનો ક્રેઝ એટલો વધી ગયો કે ફિલ્મ મેકર્સે વર્ષ 2025 માં આ ફિલ્મને રિ-રીલીઝ કરી. રિરીલીઝ પછી દર્શકોની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. આ ફિલ્મ જોઈને દર્શકો થિયેટરમાં રડતા જોવા મળ્યા હતા. આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ જ ઈમોશનલ કરી દે એવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે