Home> Entertainment
Advertisement
Prev
Next

Highest Paid Actors: OTT ના કિંગ છે આ 5 એક્ટર, કરે છે કરોડોની કમાણી, એક પ્રોજેક્ટની ફી સાંભળી આંખો ફાટી જશે

Highest Paid Actors On OTT: કોરોના પછી કેટલીક વસ્તુઓમાં ભારે પરિવર્તન આવ્યું છે. જેમાં ઓટીટીનો પણ સમાવેશ થાય છે. કોવિડ પછી ઓટીટી પ્લેટફોર્મ લોકપ્રિય બન્યા છે. સિનેમાની જેમ ઓટીટી અલગ દુનિયા છે. જેના 5 સુપરસ્ટાર છે. આ સુપરસ્ટારની ઈનકમ અને સ્ટારડમ શાહરુખ, સલમાનને પણ ટક્કર આપે તેવા છે.

Highest Paid Actors: OTT ના કિંગ છે આ 5 એક્ટર, કરે છે કરોડોની કમાણી, એક પ્રોજેક્ટની ફી સાંભળી આંખો ફાટી જશે

Highest Paid Actors On OTT: લોકોમાં ઓટીટી પ્લેટફોર્મ જરૂરિયાતની વસ્તુ બની ગયા છે. કોરોના પછી ઓટીટીની દુનિયા મોટી થઈ ગઈ છે અને ઓટીટીના દર્શકોની સંખ્યા પણ કરોડોમાં છે. લોકોને ફિલ્મો અને વેબી સીરીઝ ઓટીટી પર ઘર બેઠા જોવા મળે છે. ઓટીટી પર કન્ટેન્ટની ભરમાર હોય છે. નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈને પોતાનું પસંદગીનું કન્ટેન્ટ સરળતાથી મળી રહે છે. ઓટીટી પ્લેટફોર્મની ખાસિયત એ છે કે તેમાં દુનિયાભરની વસ્તુઓ જોવા મળે છે. 

fallbacks

આ પણ વાંચો: આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી

ઓટીટી પ્લેટફોર્મમાં ઘણા બધા બોલીવુડ એક્ટર પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. આ એક્ટર એવા છે કે જેનું સ્ટારડમ અને ઇન્કમ શાહરુખ, સલમાન કરતા પણ વધારે છે. આજે તમને ઓટીટીની દુનિયાના પાંચ એવા સ્ટાર વિશે જણાવીએ જે કરોડોની કમાણી કરે છે અને તેમની લોકપ્રિયતા પણ સૌથી વધારે છે 

આ પણ વાંચો: કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email

પંકજ ત્રિપાઠી 

ઓટીટી ઇન્ડસ્ટ્રીમાં પંકજ ત્રિપાઠી સુપરસ્ટાર છે. તેના વિના ઓટીટી ઇન્ડસ્ટ્રી અધુરી ગણાય. મિર્ઝાપુર ફ્રેન્ચાઇઝીના કાલીન ભૈયા સૌથી પોપ્યુલર છે. પંકજ ત્રિપાઠી એક ઓટીટી પ્રોજેક્ટમાં કામ કરવા માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 

જયદીપ અહલાવત 

જયદીપ અલાવતે પોતાની જબરદસ્ત એક્ટિંગથી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે મહારાજ, પાતાત લોક, થ્રી ઓફ અસ કેવા પ્રોજેક્ટથી લોકોના દિલમાં પણ જગ્યા બનાવી છે. જયદીપ અહલાવત એક પ્રોજેક્ટ માટે 20 કરોડ ચાર્જ કરે છે. 

આ પણ વાંચો: અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન

મનોજ બાજપાઈ 

મનોજ બાજપાઈ બોલીવુડનું પણ જાણીતું નામ છે પરંતુ ઓટીટી પ્રોજેક્ટના કારણે તેને અલગ જ ઓળખ મળી છે. ફેમિલી મેન જેવા કેટલાક શોમાં તેણે જે કામ કર્યું છે તે લોકોના દિલમાં વસી ગયું છે. મનોજ બાજપાઈ એક પ્રોજેક્ટ માટે 10 કરોડ ચાર્જ કરે છે. 

અજય દેવગન 

બોલીવુડ એક્ટર અજય દેવગન વેબ સીરીઝમાં પણ કામ કરી ચૂક્યા છે. તેની વેબસીરીઝ પણ લોકોને પસંદ આવી હતી. અજય દેવગન એ રુદ્ર વેબ સિરીઝ માટે 125 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

આ પણ વાંચો: Bollywood: ઈંટીમેટ સીન દરમિયાન આ એક્ટર્સ થયા આઉટ ઓફ કંટ્રોલ, કટ થયા પછી પણ ન અટક્યા

કરીના કપૂર ખાન 

બોલીવુડમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી રાજ કરતી કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પ્લેટફોર્મ પર સક્રિય થઈ છે. કરીના કપૂર એક ઓટીટી પ્રોજેક્ટ માટે 10 થી 12 કરોડ ચાર્જ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More