AR Rahman Divorce: ફેમસ સિંગર એઆર રહેમાનના છૂટાછેડાના સમાચારે તેમના ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. 57 વર્ષીય સિંગર પત્ની સાયરા બાનુથી અલગ થઈ રહ્યા છે. આ વિશે સાયરાના વકીલે જણાવ્યું છે. વકીલ વંદના શાહે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને એઆર રહેમાન-સાયરાના છૂટાછેડા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 29 વર્ષ પછી શું થયું કે કપલે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, એઆર રહેમાનને ત્રણ બાળકો છે.
સાયરા બાનુએ એઆર રહેમાનથી છૂટાછેડા વિશે જણાવ્યું. તેના વકીલ વંદનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'લગ્નના ઘણા વર્ષો પછી, સાયરા બાનુ માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે કે તે તેના પતિ એઆર રહેમાનથી અલગ થઈ રહી છે. બન્નેએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે ભાવનાત્મક તણાવ થયો. એકબીજાને પ્રેમ કરવા હોવા છતાં બન્નેને સમજાયું છે કે તેમની વચ્ચે કેટલો તણાવ અને મુશ્કેલીઓ વધી રહી છે. હવે આ અંતરને પાર કરવું શક્ય નહોતું. આવી સ્થિતિમાં સાયરાએ આ વાત પર ભાર મૂક્યો અને આ મુશ્કેલ નિર્ણય લીધો. તેમણે વિનંતી કરી છે કે દરેક વ્યક્તિ તેની ગોપનીયતાનું ધ્યાન રાખે.
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
એઆર રહેમાનના છૂટાછેડાનું કારણ
એઆર રહેમાનના છૂટાછેડાનું કારણ આ પોસ્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી. માત્ર આ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે બન્ને વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બન્નેએ તેને ઠીક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ વસ્તુઓ ઉકેલાતી જણાતી ન હતી, તેથી હવે લગ્નના 29 વર્ષ બાદ એઆર રહેમાન અને તેની પત્ની સાયરાએ અલગ થવાનો નિર્ણય કર્યો.
ભારતનો સૌથી મોંઘો ટીવી શો, જેને બનાવવામાં લાગ્યા 500 કરોડ, તોડી નાખ્યા તમામ રેકોર્ડ
સાયરા બાનુ શું કરે છે?
જ્યારે એઆર રહેમાન વિશ્વ વિખ્યાત અને એવોર્ડ વિજેતા સિંગર છે, ત્યારે સાયરા એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. સાયરાને બે બહેનો પણ છે. સાયરાની રિયલ બહેન મેહરે સાઉથના ફેમસ એક્ટર રસીન રહેમાન સાથે લગ્ન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે