Home> Entertainment
Advertisement
Prev
Next

83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ, ટ્રેલર જોશો તો ઉભા થઈ જશે રૂંવાળા!

83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ, ટ્રેલર જોશો તો ઉભા થઈ જશે રૂંવાળા!

નવી દિલ્હીઃ લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ 83 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક ગણાવી ફિલ્મ 83 ની. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની આબેહૂબ નકલ કરી છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ફિલ્મના ટ્રેલરમાં, તમે 1983ની ઐતિહાસિક ક્ષણને અનુભવી શકશો, જ્યારે ભારતે તેનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના લૂકમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો લૂક તમને દિવાના કરી દેશે.
 

fallbacks

 

 

 

રણવીરનો લુક કપિલ દેવ સાથે બરાબર મેચ થઈ રહ્યો છે-
ફિલ્મનું ટ્રેલર જોરદાર છે, પરંતુ ટ્રેલરમાં રણવીર સિંહનો લુક જોઈને દરેક લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. ટ્રેલરમાં રણવીર એકદમ કપિલ દેવ જેવો જ દેખાય છે. ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ કરી રહેલી દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની પત્નીના લુકને યોગ્ય ઠેરવતી જોવા મળી રહી છે.

 

 

 

કેવું છે 83નું ટ્રેલર?
ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો, તે તમને ક્રિકેટની દુનિયામાં ભારતની સફર પર લઈ જશે જ્યારે તે ઈતિહાસ રચશે અને દર્શકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આ પ્રવાસમાં તમને સંઘર્ષ, વિજય અને હાર પણ જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને સેલેબ્સ અને ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું ટ્રેલર શેર કર્યું અને કહ્યું- 83નું ટ્રેલર ઐતિહાસિક મેચ અને ક્યારેય ન ભૂલી શકાય તેવી જીતની યાદ અપાવે છે.

 

 

ફેન્સને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં કપિલ દેવના લૂકમાં ફેન્સ રણવીરના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યજુરે ટ્રેલર શેર કર્યું અને લખ્યું - તે રણવીર સિંહ નથી, પરંતુ કપિલ દેવ બોલી રહ્યા છે. આ સાથે યુઝરે ફાયર ઇમોજી પણ મૂક્યું છે. એક બીજા યૂઝરે કહ્યું- જો ઈમોશંસ પકડાઈ જશે તો ફિલ્મને કોઈ સીમા નહીં રહે. રણવીર સિંહ કેવો એક્ટર છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More