Home> Entertainment
Advertisement
Prev
Next

ફેન : શાહરૂખ ખાનને મળવા આવેલા યુવકે પોતાની જાતની પણ પરવા ન કરી...

મુંબઈના બાન્દ્રામાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળવામાં અસફળ રહેલ ફેન 26 વર્ષિય યુવકે ઘરની બહાર જ રવિવારે બ્લેડથી પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે, રવિવારે સવારે બનેલી આ ઘટનામાં ધારાવીનો રહેવાસી મોહંમદ સલીમ અલાઉદ્દીનના ગળાના ભાગ તથા હાથ પર બ્લેડને કારણે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તે વ્યક્તિને નજીકની ભાભા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાન્દ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ગિરીશ અનવકરે જણાવ્યું કે, અલાઉદ્દીન સુપરસ્ટાર ખાનને મળવા માંગતો હતો, અને શાહરૂખના ઘરની બહાર તેને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ હતી. કારણ કે, શુક્રવારે શાહરૂખનો 53મો જન્મદિવસ હતો.

ફેન : શાહરૂખ ખાનને મળવા આવેલા યુવકે પોતાની જાતની પણ પરવા ન કરી...

મુંબઈ : મુંબઈના બાન્દ્રામાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળવામાં અસફળ રહેલ ફેન 26 વર્ષિય યુવકે ઘરની બહાર જ રવિવારે બ્લેડથી પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે, રવિવારે સવારે બનેલી આ ઘટનામાં ધારાવીનો રહેવાસી મોહંમદ સલીમ અલાઉદ્દીનના ગળાના ભાગ તથા હાથ પર બ્લેડને કારણે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તે વ્યક્તિને નજીકની ભાભા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાન્દ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ગિરીશ અનવકરે જણાવ્યું કે, અલાઉદ્દીન સુપરસ્ટાર ખાનને મળવા માંગતો હતો, અને શાહરૂખના ઘરની બહાર તેને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ હતી. કારણ કે, શુક્રવારે શાહરૂખનો 53મો જન્મદિવસ હતો.

fallbacks

શાહરૂખનો બર્થડે
2 નવેમ્બરના રોજ બોલિવુડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાનનો જન્મદિવસ હતો. 1965માં દિલ્હીમાં જન્મેલ શાહરૂખે ટેલિવીઝન પર સીરિયલ દ્વારા પોતાની ઓળખ બનાવ્યા બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેણે દીવાના ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેના બાદ તેની ફિલ્મો ડર, અંજામ, બાઝીગરમાં નકારાત્મક રોલને કારણે તે વધુને વધુ પોપ્યુલર બનતો ગયો હતો. 

fallbacks

બાદમાં તેણે રોમેન્ટિક ફિલ્મો તરફ ટર્ન માર્યો હતો. જેને કારણે તે રોમેન્ટિક સ્ટારતી વધુ પોપ્યુલર બન્યો. તેણે રાજુ બન ગયા જેન્ટલમેન, ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ડુપ્લીકેટ, દેવદાસ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, માઈ નેમ ઈઝ ખાન, ચક દે ઈન્ડિયા જેવી સુંદર ફિલ્મો પણ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More