નવી દિલ્હી : હાલમાં આલિયા ભટ્ટ પોતાની લેટેસ્ટ ફિલ્મ ગલી બોયના ધમાકેદાર પ્રદર્શનને કારણે છવાયેલી છે. આ સફળતાનું સેલિબ્રેશન આલિયાએ અલગ જ રીતે કર્યું છે. હાલમાં આલિયાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં હાજરી આપી હતી. આલિયાએ આ લગ્નની ભરપુર મજા માણી હતી અને પછી એક ઈમોશનલ સ્પીચ પણ આપી. આલિયાની આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આલિયાએ પોતાની ફ્રેન્ડની હલ્દી રસમ તેમજ મહેંદીથી લઈને સગાઈ સુધીના તમામ ફંક્શનમાં હાજરી આપી હતી. આલિયાએ સંગીત સંધ્યામાં જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન આલિયા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આલિયાની લેટેસ્ટ ફિલ્મ ગલી બોયમાં તેની એક્ટિંગના બહુ વખાણ કરવામાં આવ્યા છે જેના કારણે પણ તે બહુ ઉત્સાહી છે. આલિયાએ પોતાની આ મિત્રના લગ્ન માટે બહુ તૈયારી કરી હતી જે એના વાઇરલ વીડિયોમાં દેખાય છે.
નોંધનીય છે કે આલિયાનું અંગત જીવન પણ ચર્ચાસ્પદ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે. પરિવારના દબાણ છતાં આલિયા અને રણબીર પોતાના સંબંધને લઇને ઉતાવળ કરવા માંગતા નથી. બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેઓ સંબંધને નામ આપવા ઇચ્છે છે. આલિયા અને રણબીર બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પહેલીવાર બંને સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે