Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયાએ કર્યો ભીનું સંકેલવાનો પ્રયાસ? રણબીર સાથેના વિવાદાસ્પદ ઝઘડાની કરી 'આ' સ્પષ્ટતા

હાલમાં રણબીર અને આલિયાના ઝઘડાનો વીડિયો વાઇરલ થયો હતો

આલિયાએ કર્યો ભીનું સંકેલવાનો પ્રયાસ? રણબીર સાથેના વિવાદાસ્પદ ઝઘડાની કરી 'આ' સ્પષ્ટતા

મુંબઈ : બોલિવુડમાં આ સમયે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીને સૌથી હોટ કપલ માનવામાં આવે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રણબીર અને આલિયા એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હોય એવું લાગતું હતું. વીડિયોમાં રણબીર-આલિયાના હાવભાવ પરથી એવું જ લાગે છે કે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ રહી છે. આ વીડિયો પછી રણબીર અને આલિયાના સંબંધો પર ફરી સવાલ થવા લાગ્યા છે. આલિયાના ચાહકો તો તેને સ્પષ્ટ શબ્દોમાં રણબીરના ચક્કરમાંથી બહાર નીકળી જવાની સલાહ આપી રહ્યા છે.

fallbacks

આ વીડિયો વિશે આલિયાએ હવે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેણે વેલેન્ટાઇન ડે સારી રીતે એન્જોય કર્યો છે. હાલ તે આ સમયે તેની ફિલ્મને પ્રમોટ કરી રહી છે એટલા માટે વેલેન્ટાઇન ડે પર મોડી ઊઠી હતી. આલિયાએ જણાવ્યું કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે તેને ઢગલો મેસેજ મળ્યા હતા જેમાંથી મોટા ભાગના મેસેજ તો મેરેજ પ્રપોઝલના હતા. વેલેન્ટાઇન ડે પર આલિયા-રણબીરે સાથે ડિનર કર્યું હતું. જોકે, હાલમાં આલિયાની આ સ્પષ્ટતા વિવાદનું ભીનું સંકેલવાનો પ્રયાસ માત્ર લાગે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#ranbirkapoor #aliabhatt today at the special screening of #gullyboy

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે.

પરિવારના દબાણ છતાં આલિયા અને રણબીર પોતાના સંબંધને લઇને ઉતાવળ કરવા માંગતા નથી. બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેઓ સંબંધને નામ આપવા ઇચ્છે છે. આલિયા અને રણબીર બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પહેલીવાર બંને સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં બનશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More