Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાને એકાએક અડધી રાત્રે ભાગવું પડ્યું હોસ્પિટલ !

આમિર ખાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે

આમિર ખાને એકાએક અડધી રાત્રે ભાગવું પડ્યું હોસ્પિટલ !

નવી દિલ્હી : જ્યારે પરિવારની નજીકની વ્યક્તિની તબિયત બગડે ત્યારે એકાએક હોસ્પિટલ ભાગવું પડતું હોય છે. હાલમાં આવી જ પરિસ્થિતિમાંથી આમિર ખાને પસાર થવું પડ્યું છે. આમિરે હાલમાં એવું કામ કર્યું છે જે જાણીને સોશિયલ મીડિયામાં તેના ચાહકોએ આમિરના બહુ વખાણ કર્યા છે. 

fallbacks

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ'માં શાજિત કોયરી નામના સાઉન્ડ ટેકનિશીયને કામ કર્યું છે. હાલમાં શાજિતને મેસિવ સ્ટ્રોક આવ્યો હતો. આ સમયે તેની સારવાર માટે કોઈ ડોક્ટર હાજર નહોતો. આ સમયે પરિસ્થિતિ વણસી જતા ટેકનિશીયનના પરિવારે આમિરનો સંપર્ક કર્યો. આમિર પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાબડતોબ મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલ પહોંચી ગયો. આમિરને જોતા જ હોસ્પિટલનો સ્ટાફ અને ટેકનિશીયન સારવારમાં લાગી ગયો. મેસિવ સ્ટ્રોકમાં મગજમાં બ્લોક આવી જતા મગજ સુધી પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચતો જેના કારણે મગજમાં સ્ટ્રોક આવે છે. જો આનો સમયસર ઇલાજ ન થાય તો પેરાલિસીસ થઈ શકે છે. 

હાલમાં આમિર પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ 'ઠગ ઓફ હિન્દોંસ્તા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છે.  આમિર અને અમિતાભના બંને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More