Home> Entertainment
Advertisement
Prev
Next

નસિરુદ્દીન શાહના નિવેદન પર આમિર ખાને આપ્યું રિએક્શન, વાંચો શું કહ્યું...

આમિરે પોતાની આગામી ફિલ્મ વિશે કોઈ જાણકારી નથી આપી

નસિરુદ્દીન શાહના નિવેદન પર આમિર ખાને આપ્યું રિએક્શન, વાંચો શું કહ્યું...

નવી દિલ્હી (અમિત રામસે​) : બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સંડેના બ્રન્ચ દરમિયાન બાંદરાની એક ઇટાલિયન રેસ્ટોરાંમાં જોવા મળ્યો હતો. આ સમયે તેની સાથે દીકરી ઇરા, મધુર ભંડારકર અને એક્ટર રોનિત રોય જેવા મળ્યો હતો. આ દરમિયાન આમિરે જણાવ્યું કે તે રેસ્ટોરાંમાં આવ્યો તો છે પણ આગામી ફિલ્મ માટે ડાયેટ પર છે. 

fallbacks

સવર્ણોને અનામત : મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, જાણો વિગત

આમિરે પોતાની આગામી ફિલ્મની કોઈ જાણકારી નથી આપી કારણ કે તે પોતાના ચાહકોને સરપ્રાઇઝ આપવામાં માહેર છે. આ દરમિયાન આમિર ખાનને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસિરુદ્દીન શાહના નિવેદન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હકીકતમાં આમિર ખાન બહુ સારી રીતે જાણે છે કે એકવાર આ મામલે તેના નિવેદનથી ભારે વિવાદ ઉભો થયો હતો અને તે કન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયો હતો. 

વેડિંગ સેલિબ્રેશનમાં છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, થઈ ગયો વાઇરલ

હકીકતમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ તરફથી જાહેર કરાયેલા એક વીડિયોમાં નસિરૂદ્દીન શાહ ભારતમાં માનવઅધિકારોના સ્તર પર નિવેદન આપતા દેખાયા હતા. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે ''આપણા દેશનું સંવિધાન આપણને બોલવાની, વિચારવાની, કોઈપણ ધર્મ માનવાની અને ઇબાદત કરવાની આઝાદી આપે છે. જોકે, હવે દેશમાં ધર્મના નામે નફરતની દિવાલ ઉભી કરવામાં આવી રહી છે. જે લોકો આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેમને સજા આપવામાં આવે છે.''

(ફોટો સાભાર : તમામ તસવીર યોગેન શાહની છે)

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More