Home> Entertainment
Advertisement
Prev
Next

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ ફાઇનલ, આ દિવસે પડદા પર છવાશે આમિર ખાન

આગામી વર્ષે બોક્સ ઓફિસ પર ધમાકો કરવાનો છે આમિર ખાન ફિલ્મની શૂટિંગ માટે લોકેશન પણ કરી લેવામાં આવ્યા છે ફાઇનલ

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ ફાઇનલ, આ દિવસે પડદા પર છવાશે આમિર ખાન

નવી દિલ્હીઃ બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના જન્મદિવસથી સતત ચર્ચામાં છે. કારણ કે પોતાના જન્મદિવસના દિવસે આમિરે પોતાની આગામી ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. ત્યારથી સતત તેમની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને માહિતી સામે આવતી રહે છે. હવે આમિરના ફેન્સ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. આમિરની ફિલ્મ માટે તેને વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે આવતા વર્ષે આમિર બોક્સ ઓફિસ પર ધમાકો કરશે. 

fallbacks

જી હાં! આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2020માં ક્રિસમસ પર રિલીઝ કરવાની તૈરાયી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાણકારી શેર કરી છે. 

આ વિશે ફિલ્મમેકર્સે પણ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડક્શન હાઉસ અને વાયકોમ મોશન પિક્ચર મળીને પ્રોડ્યૂસ કરવાના છે. આ હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'નું એડોપ્શન અથવા કહેવામાં આવે તો રીમેક છે. તેની સ્ક્રિપ્ટ અતુલ કુલકર્ણીએ લખી છે અને ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચૌહાણ કરી રહ્યાં છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન ટાઇટલ કરેક્ટર નિભાવશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, આમિર છેલ્લે 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં જોવા મળ્યો હતો. આ બિગ બજેટ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આમિરની સાથે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને કેટરીના કેફ પણ હતી. ફિલ્મ અસફળ થવા પર સંપૂર્ણ જવાબદારી આમિર ખાને પોતે લીધી હતી. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More