Home> Entertainment
Advertisement
Prev
Next

'આશિક બનાયા આપનેની હોટ એક્ટ્રેસે કહ્યું- જો મને કંઈપણ થાય તો તેના જવાબદાર...' સોશિયલ મીડિયામાં તહેલકો

Tanushree Dutta Insta Post: દેશમાં મીટૂ આંદોલન દરમિયાન બોલીવુડ એભિનેત્રી તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હાલ તનુશ્રી દત્તાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.

'આશિક બનાયા આપનેની હોટ એક્ટ્રેસે કહ્યું- જો મને કંઈપણ થાય તો તેના જવાબદાર...' સોશિયલ મીડિયામાં તહેલકો

Tanushree Dutta Insta Post: બોલીવુડ એભિનેત્રી તનુશ્રી દત્તાએ દેશમાં મીટૂ આંદોલન દરમિયાન એક્ટર નાના પાટેકર પર સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હાલ તનુશ્રી દત્તાની એક પોસ્ટે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો છે. તનુશ્રી દત્તાએ એક પોસ્ટ કરી કહ્યું કે, જો તેને કંઈપણ થાય તો તેના જવાબદાર બોલીવુડ એક્ટર નાના પાટેકર હશે. પોતાની વિસ્તૃત પોસ્ટમાં અભિનેત્રીએ અપસેટ હોવાની વાત કરી છે.

fallbacks

અભિનેત્રીએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી અને આ સાથે જ પરેશાન હોવાની વાત પણ કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- જો મને કંઈપણ થાય તો જણાવી દઉ કે મીટૂ આરોપી નાના પાટેકર અને તેમના બોલીવુડ માફિયા દોસ્તો જવાબાદર હશે. બોલીવુડ માફિયા કોણ છે? એ જ લોકો જેમના નામ SSR મોત કેસમાં વારંવાર સામે આવ્યા હતા.

Ranveer Singh ના ડર્ટી પિક્ચર જોઈ Vidya Balan થી ના રહેવાયું, કહ્યું 'હમકો ભી આંખે સેકને દો'

અભિનેત્રીએ લોકોને બોલીવુડ માફિયાનો બહિષ્કાર કરવા અને તેમની ફિલ્મો ન જોવાની અપીલ પણ કરી છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું- તેમની ફિલ્મો ના જુઓ, તેમનો સંપૂર્ણપણે બહિષ્કાર કરો અને એક શાતિર પ્રતિશોધની સાથે તેમનો પીછો કરો. તે તમામ ઇન્ડસ્ટ્રીના ચહેરા અને પત્રકારનો પીછો કરો જેમણે મને અને પીઆરના લોકો વિશે ખોટા સમાચાર ફેલાવ્યા છે. જેઓ શાતિર સ્મીયર અભિયાનની પાછળ હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

અભિનેત્રીએ વધુમાં લખ્યું- તમામની પાછળ જાઓ!! તેમનું જીવન નરક બનાવી દો કેમ કે તેમણે મને ઘણી પરેશાન કરી છે! કાયદા અને ન્યાયે મને નિષ્ફળ કરી છે પરંતુ મને આ મહાન રાષ્ટ્રના લોકોમાં વિશ્વાસ છે. તનુક્ષી દત્તાએ પોસ્ટના અંતમાં લખ્યું- જય હિંદ... અને અલવિદા! ફરી મળીશું...

પહેલાં જે ઘરમાં નાગા સાથે લગ્ન કરીને રહેતી હતી, છૂટાછેડા પછી Samanthaએ ખરીદી લીધું એ જ ઘર!

તનુશ્રી દત્તાએ લગાવ્યા હતા આરોપ
તનુશ્રી દત્તાએ વર્ષ 2008 માં તેની ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર નાના પાટેકરે જાતીય સતામણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, અભિનેત્રીએ ફરિયાદ પણ કરી હતી. તે વર્ષ CINTAA ના અને 2018 માં ફરીથી આ કેસ ખોલવામાં આવ્યો હતો. એક્ટર નાના પાટેકરે આ તમામ આરોપોને નકાર્યા હતા અને કથિત રીતે વર્ષ 2019 માં નાના પાટેકરને પોલીસે ક્લિન ચીટ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More