Home> Entertainment
Advertisement
Prev
Next

Loveratri trailer : વડોદરાનું શૂટિંગ અને આયુષ-વરીનાની જબરદસ્ત કેમિસ્ટ્રી

સલમાન ખાન પોતાના બેનર હેઠળ નવાનવા કલાકારોને બોલિવૂડમાં ચાન્સ આપે છે

Loveratri trailer : વડોદરાનું શૂટિંગ અને આયુષ-વરીનાની જબરદસ્ત કેમિસ્ટ્રી

મુંબઈ : સલમાન ખાન પોતાના બેનર હેઠળ નવાનવા કલાકારોને બોલિવૂડમાં ચાન્સ આપે છે. આજે તેણે આયુષ શર્મા અને વરીના હુસૈન જેવા ન્યૂકમર્સને દુનિયાની સામે મુક્યા છે. ફિલ્મ ‘લવરાત્રિ’ની ચર્ચા લાંબા સમયથી થતી હતી અને આજે તેણે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. 

fallbacks

‘લવરાત્રિ’ના નિર્માતા છેલ્લા કેટલાક સમયથી પોસ્ટર્સ રિલીઝ કરી રહ્યા હતા જેમાં આયુષ અને વરીનાની કેમિસ્ટ્રીના બહુ વખાણ થયા હતા. આજે રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલર જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મમાં વડોદરાનું શૂટિંગ છે અને આયુષ-વરીનાની કેમિસ્ટ્રી જબરદસ્ત લાગી રહી છે. 

ફિલ્મ ‘લવરાત્રિ’ની વાત કરીએ તો આ એક રોમેન્ટિક ફિલ્મ છે જેનું બેકગ્રાઉન્ડ ગુજરાતનું વડોદરામાં સેટ કરવામાં આવ્યું છે. એક્ટિંગની વાત કરીએ તો આયુષ અને વરીના બંને ટ્રેલરમાં સારા લાગી રહ્યા છે. બંનેને જોઈને એવું નથી લાગતું કે આ તેમની પહેલી ફિલ્મ છે. બંનેની ડાયલોગ ડિલિવરી સારી છે. ફિલ્મમાં આયુષ અને વરીના સિવાય રામ કપૂર અને રોનિત રોય પણ મજબૂત ભુમિકામાં છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More