Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખના પ્રોડક્શન હાઉસ સાથે અભિષેકનો નવો પ્રોજેક્ટ, વિગત જાણવા કરો ક્લિક...

અભિષેક હવે આગામી ફિલ્મ 'બોબ બિસ્વાસ'માં જોવા મળશે, જે ડિરેક્ટર સુજોય ઘોષની બંગાળી ફિલ્મની પ્રીક્વલ હશે. આ ફિલ્મની સ્ટોરી વિલન અને સીરિયલ કિલર બોબ બિસ્વાસ પર આધારિત હશે. 

શાહરૂખના પ્રોડક્શન હાઉસ સાથે અભિષેકનો નવો પ્રોજેક્ટ, વિગત જાણવા કરો ક્લિક...

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનું નામ છેલ્લા ઘણા સમયથી જુદા-જુદા પ્રોજેક્ટ્સ સાથે જોડવામાં આવતું હતું. ફિલ્મ 'બંટી ઓર બબલી'ની સિક્વલથી માંડીને અનેક ફિલ્મો માટે તેના નામની ચર્ચા ચાલતી હતી. હવે અભિષેકે નવા પ્રોજેક્ટની જાહેરાત કરીને તમામ સમાચારો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. 

fallbacks

અભિષેક બચ્ચન શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરવા જઈ રહ્યો છે. અભિષેક હવે આગામી ફિલ્મ 'બોબ બિસ્વાસ'માં જોવા મળશે, જે ડિરેક્ટર સુજોય ઘોષની બંગાળી ફિલ્મની પ્રીક્વલ હશે. આ ફિલ્મની સ્ટોરી વિલન અને સીરિયલ કિલર બોબ બિસ્વાસ પર આધારિત હશે. 

બંગાળી ભાષામાં બનેલી આ ફિલ્મમાં બોબ બિસ્વાસની ભૂમિકા બંગાળી અભિનેતા શાસ્વત ચેટર્જીએ ભજવી હતી. ફિલ્મમાં તેના કામની ખુબ જ પ્રશંસા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ થ્રિલર ડ્રામા ફિલ્મને ડિરેક્ટર સુજોય ઘોષની પુત્રી દિયા ઘોષ નિર્દેશિત કરવાની છે. દિયાનું આ ડિરેક્ટોરિયલ ડેબ્યુ હશે. આ ફિલ્મને શાહરૂખની સાથે-સાથે સુજોય ઘોષની પ્રોડક્શન કંપની બાઉન્ડ સ્ક્રિપ્ટ પ્રોડક્શન પણ પ્રોડ્યુસ કરશે. 

બાળપણના ઘરની તસવીર શેર કરીને ધરમપાજી થયા ભાવૂક, લખ્યું કંઈક આવું...

અભિષેક બચ્ચન છેલ્લે અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જિયાં'માં તાપસી પન્નુ અને વિક્કી કૌશલ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા હતા. આ ઉપરાંત અભિષેક ટૂંક સમયમાં જ ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે અમેઝન પ્રાઈમની ઓરિજિનલ સીરીઝ બ્રીથની બીજી સિઝનમાં જોવા મળશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More