Home> Entertainment
Advertisement
Prev
Next

અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાને અનોખો અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે. ત્યારે તેના પતિ અભિષેક બચ્ચને અલગ અંદાજમાં તેનો બર્થડે વિશ કર્યો છે. 
 

અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાને અનોખો અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

નવી દિલ્હીઃ અભિનેત્રી ઐશ્વર્યા રાય 1 નવેમ્બરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે જ્યાં તેના ફેન્સ શુભેચ્છા મોકલી રહ્યાં છે, તો તેના પતિ અભિષેક બચ્ચને પણ તેને શુભેચ્છા આપી છે. પરંતુ તેનો અંદાજ અલગ હતો. 

fallbacks

અભિષેકે ઐશ્વર્યાનો એક ખુબ ગોર્જસ ફોટો શેર કરતા તેને ઇટાલિયન ભાષામાં વિશ કર્યું છે. તેણે લખ્યું, 'હેપ્પી બર્થડે પ્રિંચીપેસા' મહત્વનું છે કે ઇટાલિયન ભાષામાં પ્રિન્સેસને 'પ્રિંચીપેસા' (Principessa) કહેવામાં આવે છે. 

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા હાલ રોમમાં છે. તે ત્યાં એક ઇવેન્ટમાં સામેલ થવા માટે ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના પરિવારની સાથે જન્મદિવસની ઉજવણી રોમમાં જ કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના બર્થડે માટે બચ્ચન પરિવારે એક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy birthday Principessa!!! ❤️

A post shared by Abhishek Bachchan (@bachchan) on

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યાએ 2011મા પોતાની પ્રેગ્નન્સીને કારણે ફિલ્મોમાથી બ્રેક લીધો અને પછી 2015મા સંજય ગુપ્તાની ફિલ્મ 'જજ્બા'થી કમબેક કર્યું હું. ઐશ્વર્યાની પાછલી રિલીઝ ફિલ્મ એ દિલ હે મુશ્કિલ (2016) અને 2017મા આવેલા ફન્ને ખાં હતી. જાણવા મળી રહ્યું છે  કે તે આગામી ફિલ્મ 'ગુલાબ જામુન'માં જોવા મળશે, જેમાં તે પોતાના પતિ અભિષેકની વિરુદ્ધ જોવા મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More