Home> Entertainment
Advertisement
Prev
Next

કમલ હસનની 'ઈન્ડિયન-2'ના સેટ પર મોટો અકસ્માત, ક્રેન પડતા 3ના મોત, 10 ઘાયલ 

બોલિવૂડના અભિનેતા કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન-2ના શુટિંગ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો. ચેન્નાઈમાં શુટિંગ દરમિયાન ક્રેન પડતા 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. કમલ હસન અકસ્માત દરમિયાન સેટ પર જ હાજર હતાં. તેઓ ઘાયલો સાથે હાલ હોસ્પિટલમાં છે. 

કમલ હસનની 'ઈન્ડિયન-2'ના સેટ પર મોટો અકસ્માત, ક્રેન પડતા 3ના મોત, 10 ઘાયલ 

નવી દિલ્હી: બોલિવૂડના અભિનેતા કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન-2ના શુટિંગ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો. ચેન્નાઈમાં શુટિંગ દરમિયાન ક્રેન પડતા 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. કમલ હસન અકસ્માત દરમિયાન સેટ પર જ હાજર હતાં. તેઓ ઘાયલો સાથે હાલ હોસ્પિટલમાં છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે શુટિંગ ચેન્નાઈના EVP સ્ટુ઼ડિયોમાં ચાલી રહ્યું હતું. આ અકસ્માતમાં મધુ (29), ચંદ્રન (60), અને કૃષ્ણા(34)ના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અકસ્માત રાતે લગભગ 9.30 વાગે થયો હતો. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને એસ શંકર ડાઈરેક્ટ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા જ તેનું પોસ્ટર બહાર પડ્યું હતું. જેમાં કમલ હસન પોતાની ફિલ્મ હિન્દુસ્તાની વાળા વૃદ્ધ વ્યક્તિ જેવા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ 1996માં આવેલી હિન્દુસ્તાનની સિક્વલ છે. જેમા સિદ્ધાર્થ અને કાજલ અગ્રવાલ પણ મહત્વની ભૂમિકામાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Shooting starts today! #Indian2

A post shared by Anirudh (@anirudhofficial) on

એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ બાદ કમલ હસન એક્ટિંગમાંથી સન્યાસ લઈ શકે છે. કારણ કે તેમણે એક ઈન્ટરવ્યુમાં એવો સંકેત આપ્યો હતો કે એક્ટિંગ અને રાજકારણ સાથે સાથે થઈ શકતું નથી. હવે તેઓ ફક્ત રાજકારણ પર ફોકસ કરવા માંગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More