Home> Entertainment
Advertisement
Prev
Next

જામીન મળી ગયા હોવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી? સવારે જેલમાંથી આવ્યા બહાર

અલ્લુ અર્જુનને આ કેસમાં ગઈ કાલે જ જામીન મળી ગયા હતા. પરંતુ આમ છતાં આખી રાત જેલમાં વિતાવવી પડી. અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેમના ફેન્સમાં આનંદ જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુનના જામીન પર છૂટકારા પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને ગઈ કાલે (13મી ડિસેમ્બર) જ છોડી મૂકવા જોઈતા હતા.

જામીન મળી ગયા હોવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી? સવારે જેલમાંથી આવ્યા બહાર

આખી રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે સવારે લગભગ 6.40 વાગે જામીન પર છૂટીને બહાર આવી ગયા. અભિનેતાના પિતા અને ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદની સાથે સાથે અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા માટે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. અત્રે જણાવવાનું કે પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન મચેલી ભાગદોડમાં મહિલાના મોત મામલે અભિનેતા અલ્લુ અર્જુનની 13મી ડિસેમ્બરના રોજ ધરપકડ થઈ હતી. 

fallbacks

અલ્લુ અર્જુનને આ કેસમાં ગઈ કાલે જ જામીન મળી ગયા હતા. પરંતુ આમ છતાં આખી રાત જેલમાં વિતાવવી પડી. અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેમના ફેન્સમાં આનંદ જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુનના જામીન પર છૂટકારા પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને ગઈ કાલે (13મી ડિસેમ્બર) જ છોડી મૂકવા જોઈતા હતા. તેમણે જે કર્યું તે યોગ્ય નહતું. અમે કાનૂની રીતે આગળ વધીશું. 

અભિનેતા માટે  તૈયાર કરાઈ હતી ક્લાસ 1 બેરાક
વાત જાણે એમ છે કે રાતે કથિત રીતે કહેવાયું હતું કે જામીનના આદેશની કોપીઓ ઓનલાઈન અપલોડ ન થવાના કારણે અલ્લુ અર્જુનો છૂટકારો થઈ શક્યો નહીં. અધિકારીઓએ તેમના રહેવા માટે ક્લાસ-1 બેરાક તૈયાર કરી હતી. જો કે કાલે રાતે જ્યારે એ સમાચાર સામે આવ્યા કે રાતે અલ્લુ અર્જુનને છોડી શકાશે નહીં ત્યારે અભિનેતાના ફેન્સમાં ગુસ્સો જોવા મળ્યો હતો. લોકો ચંચલગુડા જેલની બહાર ભેગા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. 

નોંધનીય છે કે અલ્લુ અર્જુનની શુક્રવારે તેમના ઘરેથી બપોરે 12 વાગ્યાની આસપાસ ધરપકડ થઈ હતી. ત્યારબાદ 4 વાગે તેમને લોકલ કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. ત્યારબાદ અભિનેતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 5 વાગે તેલંગણા હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા. પરંતુ પોલીસે જે પ્રકારે અલ્લુ અર્જુનની તેમના ઘરેથી ધરપકડ કરી તેના પર અભિનેતાએ આપત્તિ જતાવતા અનેક સવાલ ઉઠાવ્યા હતા. ધરપકડની રીતથી અલ્લુ અર્જુન નારાજગી જોવા મળી. આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો જેમાં અલ્લુ અર્જુન લિફ્ટમાં જતા જોવા મળે છે જ્યાં પહેલા અલ્લુએ પ્લેન ટી શર્ટ પહેરી હતી પરંતુ ત્યારબાદ તેઓ હુડી પહેરીને બહાર આવ્યા જેના પર લખ્યું હતું કે ફ્લાવર નહીં ફાયર હૈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More