Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા સિદ્દીકીએ શેર કર્યા નવાઝ સાથેની chat અને ઓડીયો રેકોર્ડીંગ, સાંભળીને ઉડી જશે હોશ

Nawazuddin Siddiqui Vs Aaliya Siddiqui: લાંબા સમય સુધી ચૂપ રહ્યા પછી નવાઝે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે આલિયા અને પોતાના બાળકો માટે 10 લાખ રૂપિયા મોકલે છે. નવાઝના આ નિવેદન પછી આલિયાએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કેટલાક પુરાવા રજૂ કર્યા છે. 

આલિયા સિદ્દીકીએ શેર કર્યા નવાઝ સાથેની chat અને ઓડીયો રેકોર્ડીંગ, સાંભળીને ઉડી જશે હોશ

Nawazuddin Siddiqui Vs Aaliya Siddiqui: છેલ્લા કેટલાક સમયથી એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં થોડા દિવસ પહેલા જ આલિયા સિદ્દીકીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની દીકરી અને દીકરા સાથે રાત્રે રસ્તા પર જોવા મળી હતી. વિડીયો શેર કરી તેણે જણાવ્યું હતું કે નવાઝે તેને અડધી રાત્રે બાળકો સહિત ઘરથી બહાર કાઢી મૂકી છે. તેણે કહ્યું હતું કે તે નવાજના ઘરે આવી હતી અને નવાઝે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે અને સાથે તેના બાળકો પણ છે.

fallbacks

આ પણ વાંચો:

Gadar 2: તારાસિંહ અને સકીના બનવા માટે સની-અમીષાએ લીધા આટલા કરોડ, જાણીને થશે આશ્ચર્ય

જૂહી ચાવલાની કાર્બન કોપી છે તેની દીકરી જાહ્નવી મહેતા, ફોટો જોઈને ફેન્સે કહ્યું....

મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, દર્શકો થયા નિરાશ

નવાઝ અને તેની પત્ની આલિયા વચ્ચે આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આલિયાએ તેના પતિ ઉપર બળાત્કાર સહિતના ગંભીર આરોપ લગાવ્યા છે. લાંબા સમય સુધી ચૂપ રહ્યા પછી નવાઝે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે આલિયા અને પોતાના બાળકો માટે 10 લાખ રૂપિયા મોકલે છે. નવાઝના આ નિવેદન પછી આલિયાએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કેટલાક પુરાવા રજૂ કર્યા છે. જેમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ છે.

 

આલિયાએ Instagram પર whatsapp ચેટ શેર કરી છે. આ whatsapp ચેટમાં નવાઝ અને આલિયા વચ્ચે થયેલી વાત શેર કરવામાં આવી છે. આ પુરાવા શેર કરીને આલિયાએ જણાવ્યું હતું કે નવાજ જે દસ લાખ રૂપિયા મોકલવાની વાત કરે છે તે ખોટી છે. સાથે જ તેણે એવું લખ્યું છે કે મને ત્રણ ચાર લાખ રૂપિયા પણ મળતા નથી અને દાવો એવો કરવામાં આવે છે કે દસ લાખ રૂપિયા આપે છે. 

 

આ whatsapp ચેટ ઉપરાંત આલિયાએ instagram સ્ટોરીમાં કેટલાક બિલ, સ્કૂલની ફી, બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ પણ શેર કર્યા છે. આલિયાએ શેર કરેલી whatsapp ચેટના સ્ક્રીનશોટ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More