Home> Entertainment
Advertisement
Prev
Next

બોલિવુડના આ હીરોના ઘરે જન્મી દીકરી, બન્યો પિતા

બોલિવુડના આ હીરોના ઘરે જન્મી દીકરી, બન્યો પિતા

બોલિવુડમાં એક તરફ આ વર્ષ લગ્ન માટેનું વર્ષ રહ્યું છે, તો બીજી તરફ અનેક સેલિબ્રિટીઝના ઘરે પારણું બંધાયું છે. આ વર્ષે અનેક બોલિવુડ અને ટેલિવુડ કપલ્સ માતા-પિતા બન્યા છે. હજી થોડા સમય પહેલા જ શાહીદ કપૂરની પત્ની મીરાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો, તો હવે નીલ નીતિન મુકેશના ઘરે ખુશખબરી આવી છે. ગુરુવારે નીલની પત્ની રુકમિણીએ એક દીકરીને જન્મ આપ્યો છે. તેણે 3.30 કલાકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. આ માહિતી પરિવારના નજીકના સદસ્યોએ મીડિયાને આપી હતી.

fallbacks

fallbacks

આ પહેલા એપ્રિલ મહિનામાં નીલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે, તે જલ્દી જ પિતા બનવા જઈ રહ્યો છે. તેણે લખ્યું હતું કે, તે પોતાના જીવનના આગામી ચરણમાં પગલુ ભરવા જઈ રહ્યો છે, જેને લઈને તે બહુ જ ઉત્સાહિત છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેણે લખ્યું કે, હવે અમે ત્રણ થઈ જઈશું. આ ઉપરાંત એક ઈન્ટરવ્યૂમાં પણ તેણે કહ્યું હતું કે, અમે એક દીકરો  કે દીકરીની સાથે ખુશ રહેવાના છીએ. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નીલ અને રુકમિણીના લગ્ન થયા હતા. 

fallbacks

નીલ નીતિન મુકેશ બોલિવુડના મહાન ગાયક મુકેશના પ્રપૌત્ર અને ગાયક નીતિન મુકેશના દીકરા છે. નીલ પોતે એક ઉમદા કલાકાર છે. તેણે જ્હોની ગદ્દાર, ન્યૂયોર્ક, ગોલમાલ અગેઈન, 7 ખૂન માફ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેને મખમલી સૂર વારસામાં મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More