Virat Kohli Biopic: હાલ એસએસ રાજા મૌલીની પીરીયડ એક્શન ફિલ્મ RRR ચર્ચાનો વિષય બનેલી છે. ઓસ્કર એવોર્ડ જીત્યા પછી ફિલ્મ કલાકારોની લોકપ્રિયતા પણ વધી ગઈ છે. જે ગીતને આ ઓસ્કર એવોર્ડ મળ્યો છે તેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ જોવા મળે છે. ઓસ્કર સમારોહ પછી કલાકારો હવે ભારત આવી ચૂક્યા છે. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
બોલીવુડ છોડી સાઉથ તરફ આગળ વધી મૃણાલ ઠાકુર, હૈદરાબાદમાં ખરીદ્યું નવું ઘર
સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે તેની લવસ્ટોરી
ગૈસલાઇટ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સારા અલી ખાનને મળ્યો વધુ એક પ્રોજેક્ટ, જાણો વિગતો
જોકે આ ફિલ્મ કર્યા પછી અભિનેતા રામ ચરણને એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ કરવાની ઈચ્છા છે. તેણે આ અંગે એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો. એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેને એક સ્પોટ્સ સંબંધિત ફિલ્મમાં કામ કરવું છે. ઘણા સમયથી તેની ઈચ્છા છે કે તેને આવી કોઈ ફિલ્મમાં કામ કરવાની તક મળે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કયા ક્રિકેટરની ભૂમિકા તેને નિભાવવી છે તો તેને જ કહ્યું કે જો વિરાટ કોહલી પર બાયોપીક બને તો તેમાં વિરાટ કોહલીનું પાત્ર તે ભજવવા ઈચ્છે છે.
મહત્વનું છે કે અભિનેતા રામ ચરણ ને એક હોલીવુડ ફિલ્મ પણ ઓફર થઈ છે. જો કે હાલ આ પ્રોજેક્ટ વિશે તેણે ખુલાસો કર્યો નથી. પરંતુ તેણે આડકતરી રીતે એવા સ્વીકારી છે કે ટૂંક સમયમાં તે હોલીવુડમાં પણ ડેબ્યુ કરશે.
હાલ તો રામ ચરણ તેની આગામી ફિલ્મ RC 15 પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મોમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ મોટાભાગે પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ ફિલ્મ રિલીઝ માટે તૈયાર થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે