Home> Entertainment
Advertisement
Prev
Next

શૂટિંગ પછી ઘરે આવ્યા બાદ એક્ટર Shreyas Talpade ની બગડી તબિયત, હોસ્પિટલ જતા રસ્તામાં આવ્યો Heart Attack

Shreyas Talpade Heart Attack: તે શૂટિંગ કરી રહ્યો હતો અને સેટ પર એકદમ સ્વસ્થ હતો. પરંતુ ઘરે ગયા પછી તેણે તેની પત્નીને જણાવ્યું કે તેને બેચેની થાય છે. ત્યારબાદ તેની પત્ની તેને લઈ હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો અને ત્યાં ખબર પડી કે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. 

શૂટિંગ પછી ઘરે આવ્યા બાદ એક્ટર Shreyas Talpade ની બગડી તબિયત, હોસ્પિટલ જતા રસ્તામાં આવ્યો Heart Attack

Shreyas Talpade Heart Attack:બોલીવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર 47 વર્ષીય અભિનેતાને શૂટિંગ પુરુ કર્યા પછી ઘરે પરત ફર્યા બાદ બેચેની લાગી હતી. જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ રસ્તામાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ એક્ટરની હાલત સ્થિર છે.  

fallbacks

આ પણ વાંચો: મલાઈકા અરોરા સાથે લગ્ન કરવાને લઈને અર્જુન કપૂરે કરી દીધી ચોખવટ, જાણી લો ફટાફટ તમે પણ

શ્રેયસ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં શ્રેયસ અક્ષય કુમાર અને અન્ય સ્ટાર્સ સાથે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. ગઈ કાલે પણ તે શૂટિંગ કરી રહ્યો હતો અને સેટ પર એકદમ સ્વસ્થ હતો. પરંતુ ઘરે ગયા પછી તેણે તેની પત્નીને જણાવ્યું કે તેને બેચેની થાય છે. ત્યારબાદ તેની પત્ની તેને લઈ હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો અને ત્યાં ખબર પડી કે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તુરંત તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.

આ પણ વાંચો: એનિમલ ફિલ્મ વિવાદમાં, શીખ સંગઠને Arjan Vailly ગીતના ઉપયોગ પર વ્યક્ત કરી આપત્તિ

હાલ શ્રેયસ તલપડેની તબિયત પહેલા કરતા સારી છે. હજુ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે. શ્રેયસ તલપડે માત્ર 47 વર્ષનો છે અને એક એક્ટર હોવાના કારણે તે પોતાની જાતને ફિટ રાખે છે. તેમ છતાં તેને હાર્ટ એટેક આવ્યો તે વાતથી બોલીવુડ સ્ટાર્સ પણ આશ્ચર્યચકિત છે. 

આ પણ વાંચો:  Animal: 'મને જરા પણ સંકોચ ન થયો..' એનિમલ ફિલ્મમાં રેપ સીન પર બોબી દેઓલે પરખાવી દીધું

થોડા સમય પહેલા પ્રખ્યાત ડિઝાઇનર રોહિત બલની તબિયત પણ નાજુક હતી. તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે રોહિત બલ સ્વસ્થ થઈ રહ્યો છે. આ અંગે તેણે તેના ચાહકોને માહિતી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More