Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે લખી હતી છેલ્લી પોસ્ટ


જ્યારે સુશાંત 16 વર્ષનો હતો ત્યારે પોતાના માતાને ગુમાવ્યા હતા. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના માતાને યાદ કરતો રહે છે.'
 

  સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે લખી હતી છેલ્લી પોસ્ટ

મુંબઈઃ બોલીવુડના ઉભરતા કલાકારોમાંથી એક અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે ઘરમાં તેનો મૃતદેહ પંખામાં લટકેલો મળ્યો હતો. ઘરના નોકરે પોલીસને ફોન કરી જાણકારી આપી હતી. હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. અભિનેતા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. તેની છેલ્લી પોસ્ટ તેના માતાના નામે છે. 

fallbacks

અભિનેતાએ લખ્યુ, 'અશ્રુબિંદુથી ધૂંધળો ભૂતકાળ હવામાં ભળતો જાય છે, અંતહિન સપનાં સ્મિત લાવી રહ્યાં છે અને એક ક્ષણભંગુર જીવન.. બન્નેની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે.. માં., બંન્ને વચ્ચે વાતચીત. મહત્વનું છે કે સુશાંતના માતાનું નિધન પહેલા થઈ ચુક્યું છે. જ્યારે સુશાંત 16 વર્ષનો હતો ત્યારે પોતાના માતાને ગુમાવ્યા હતા. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના માતાને યાદ કરતો રહે છે.'

મહત્વનું છે કે સુશાંત બાંદ્રાના ઘરમાં એકલો રહેતો હતો. તેના આપઘાતને લઈને પોલીસ પાડોસીઓના નિવેદન લઈ રહીછે. પરંતુ આત્મહત્યા જેવુ પગલું શું કામ ભર્યું તેનો અંદાજો કોઈને નહતો. તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. માહિતી મળી છે કે તેના મિત્રો દરવાજો તોડીને અંદર પહોંચ્યા હતા. ત્યાં સુશાંતને લટકેલો જોયો હતો. ત્યારબાદ પોલીસને તેની જાણકારી આપવામાં આવી હતી. 

સુશાંતસિંહ રાજપૂતે જિંદગીને કરી દીધી અલવિદા, Zee TVની આ સીરિયલથી બનાવી હતી અલગ ઓળખ

ફિલ્મની કરિયરની વાત કરીએ તો ફિલ્મો પહેલા તેણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખ બનાવી હતી. સુશાંતની પહેલી સીરિયર કિસ દેશ મેં હૈ મેરા દિલ હતી. પરંતુ તેને પવિત્ર રિશ્તા સીરિયલથી ઓળખ મળી હતી. ત્યારબાદ કાઈ પો છે, એમએસ ધોની, કેદારનાથ, છિછોરે જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More