Home> Entertainment
Advertisement
Prev
Next

બનવા માંગતી હતી ડોક્ટર, પણ આ યુવતીના નસીબમાં કંઈ અલગ જ લખાયું હતું

2015માં ભોજપુરી ફિલ્મોમાં પગ મૂક્યો હતો, પરંતુ આટલા ઓછા સમયમાં જ તે ભોજપુરી સિનેમાની ટોપની એક્ટ્રેસ બની ગઈ

બનવા માંગતી હતી ડોક્ટર, પણ આ યુવતીના નસીબમાં કંઈ અલગ જ લખાયું હતું

ઝી મીડિયા/બ્યૂરો :આમ્રપાલી દૂબે (Aamrapali Dubey) એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન પ્રેઝન્ટર પણ છે. આમ્રપાલી દૂબે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનુ બહુ જ મોટું નામ છે. તેણે 2015માં ભોજપુરી ફિલ્મોમાં પગ મૂક્યો હતો, પરંતુ આટલા ઓછા સમયમાં જ તે ભોજપુરી સિનેમાની ટોપની એક્ટ્રેસ બની ગઈ છે. 

fallbacks

fallbacks

નિરહુઆ હિન્દુસ્તાની માટે આમ્રપાલીને ભોજપુરી ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડસમાં સર્વશ્રેષ્ઠ ડેબ્યુ એક્ટ્રેસના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તો 2017માં આમ્રપાલીના એક ગીતે ભોજપુરી ગીતોનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પહેલીવાર કોઈ ગીતને 10.5 કરોડથી વધુવાર યુટ્યુબ પર જોવામાં આવ્યું હતું. 

fallbacks

ભોજપુરી ફિલ્મોના લગભગ દરક દર્શકોના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ આમ્રપાલી દૂબે અભ્યાસ દરમિયાન ડોક્ટર બનવા માંગતી હતી. તેમનો પરિવાર પણ તેને ડોક્ટર બનાવવા માંગતો હતો, પરંતુ અભ્યાસ બાદ તેણે પોતાના કરિયરને એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધાર્યું. તેણે ટીવી સીરિયલ ‘પલકો કી છાંવ મેં’ થી પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. 

fallbacks

આમ્રપાલી પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને સોશિયલ મીડિયા પર પણ બહુ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી તેના 1.4 મિલિયન ફોલોઅર્સ રહી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More