અભિનેત્રી અવનીત કૌરે નાની ઉંમરે સફળતા મેળવી છે. પોતાના જબરદસ્ત અભિનયના દમ પર ટીવીની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અવનીતે ખાસ જગ્યા બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવારનવાર તે ફેન્સ સાથે નવા ફોટોશૂટ અને વીડિયો શેર કરે છે. અભિનેત્રીએ થોડા કલાક પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટોશૂટ શેર કર્યું. અવનીતે આ ફોટોશૂટમાં કઈક એવું કર્યું કે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. અભિનેત્રી હાલ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ થઈ રહી છે.
નવા ફોટોશૂટ પર બબાલ
અવનીતે કરેલા ફોટોશૂટમાં બ્લ્યુ જીન્સ અને ટેંક ટોપમાં તે જોવા મળે છે. કેટલીક તસવીરોમાં અવનીતે પોતાના જીન્સનું બટન ખુલ્લું રાખ્યું છે. આ તસવીરો શેર કરતા અવનીતે કેપ્શનમાં લખ્યું કે 'સમર હીટ'. ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુ ફેમ અભિનેત્રીની આ તસવીરો પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. એક બાજુ અવનીતને આ પોસ્ટ પર ભદ્દા કમેન્ટ્સ મળી રહ્યા છે તો એક વ્યક્તિએ અવનીતની તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે અટેન્શન મેળવવા માટે તમે કઈ પણ ચાલુ કરી દેશો? જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, 'અવનીત કઈ પણ ન કરો.'
મર્દાનીથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યુ
અત્રે જણાવવાનું કે અવનીત કૌરે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ટીવી શો મેરી મા સાથે જ અવનીતે એક્ટિંગની કરિયર શરૂ કરી. આ ઉપરાંત તે સાવિત્રી, એક મુઠ્ઠી આસમાન, હમારી સિસ્ટર દીદી જેવા શોમાં પણ જોવા મળી. અવનીતે મર્દાની અને ટીકુ વેડ્સ શેરુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે