Home> Entertainment
Advertisement
Prev
Next

Dipika Kakar Baby Boy: અભિનેત્રી દીપિકાની થઈ પ્રીમેચ્યોર ડિલીવરી, 21 જૂને સવારે આપ્યો દીકરાને જન્મ

દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ઘરે પુત્રનો જન્મ થયો છે. ટીવીના આ ફેમસ કલાકાર માતા-પિતા બની ગયા છે. 21 જૂનની વહેલી સવારે દીપિકા કક્કડે સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે.  દીપિકા કક્કડની ડિલિવરી પ્રી-મેચ્યોર થઈ છે. આ વાતની જાણકારી દીપિકાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી આપી છે.  

Dipika Kakar Baby Boy: અભિનેત્રી દીપિકાની થઈ પ્રીમેચ્યોર ડિલીવરી, 21 જૂને સવારે આપ્યો દીકરાને જન્મ

Dipika Kakar Baby Boy: દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ઘરે પુત્રનો જન્મ થયો છે. ટીવીના આ ફેમસ કલાકાર માતા-પિતા બની ગયા છે. 21 જૂનની વહેલી સવારે દીપિકા કક્કડે સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે.  દીપિકા કક્કડની ડિલિવરી પ્રી-મેચ્યોર થઈ છે. આ વાતની જાણકારી દીપિકાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી આપી છે.  

fallbacks

આ પણ વાંચો:

ફિલ્મ કલાકારો પણ રૂપિયા આપે છે ઉધાર, બિઝનેસમાં રોકાણ કરી કરે છે લાખોની કમાણી

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ

આલિયાની પહેલી હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન અને રણબીરની એનિમલ એક જ દિવસે થશે રિલીઝ

શોએબ ઈબ્રાહિમનો જન્મદિવસ 20 જૂને દીપિકાએ ધામધૂમથી ઉજવ્યો હતો. દીપિકાએ આ ઉજવણીની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી. જેમાં આ કપલ ખાસ ડિઝાઇનની કેક સાથે જોવા મળ્યું હતું. શોએબના જન્મદિવસના બીજા દિવસની સવારે દીપિકાએ પુત્રને જન્મ આપ્યો છે.

દીપિકા અને શોએબ સસુરાલ સિમર કાના સેટ પર મળ્યા હતા. બંને શોના મુખ્ય કલાકાર હતા. દીપિકા તે સમયે પરિણીત હતી પરંતુ તેના જીવનમાં ઘણી સમસ્યા ચાલી રહી હતી. થોડા સમયમાં દીપિકાએ તેના પહેલા પતિને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ શોએબ સાથે લગ્ન કરતાં પહેલા તેણે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો અને પછી 2018માં બંનેએ લગ્ન કર્યા. લગ્નના 5 વર્ષ બાદ દીપિકા અને શોએબના ઘરે દીકરાનો જન્મ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More