Home> Entertainment
Advertisement
Prev
Next

હોટલના બંધ રૂમમાં મૃત મળી એક્ટ્રેસ અને પછી...

આ એક્ટ્રેસ અનેક ફિલ્મો અને સિરિયલમાં કામ કરૂ ચૂકી છે 

હોટલના બંધ રૂમમાં મૃત મળી એક્ટ્રેસ અને પછી...

નવી દિલ્હી : અનેક બંગાળ ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પાયલ ચક્રવર્તી 5 સપ્ટેમ્બરે સવારે સિલિગુડીની એક હોટેલમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ પ્રારંભિક તપાસ પછી આ મૃત્યને આત્મહત્યા ગણાવી રહી છે. 

fallbacks

fallbacks

મીડિયા રિપોર્ટસ પ્રમાણે કોલકાતામાં રહેતી પાયલે મંગળવારે સાંજે સિલિગુડીની એક હોટેલમાં ચેક ઇન કર્યું હતું. હોટેલના કર્મચારીઓએ આપેલી માહિતી પ્રમાણે ચેક-ઇન કર્યા પછી પાયલ એક પણ વાર પોતાના રૂમમાંથી બહાર નહોતી નીકળી. પાયલ ગુરુવારે ગંગટોક જવાનું પ્લાનિંગ કરી રહી હતી પણ જ્યારે બુધવારે પાયલના રૂમમાં કોઈ હલચલ ન થઈ ત્યારે હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખટખટાવતા ખબર પડી કે પાયલનો રૂમ અંદરથી બંધ હતો. આખરે હોટેલના કર્મચારીઓએ આ વાતની પોલીસને જાણ કરતા પોલીસે દરવાજો ખોલતા પાયલ અંદર મૃત અવસ્થામાં મળી આવી હતી. 

પાયલે અનેક બંગાળી ફિલ્મો અને સિરિયલ્સમાં કામ કર્યું છે. તે બંગાળી ફિલ્મ 'કેલો'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે આ ફિલ્મ હજી રિલીઝ નથી થઈ. મીડિયા રિપોર્ટ પ્રમાણે પાયલના હાલમાં જ તેના પતિ સાથે ડિવોર્સ થયા છે અને તેમનો એક દીકરો પણ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More