નવી દિલ્હીઃ ઘણી બીમારીઓ એવી હોય છે જેના વિશે જાણીને ચોંકી જવાય છે. આવી એક બીમારી કેન્સર છે. બોલીવુડના ઘણા સિતારા તેની ઝપેટમાં આવીને દુખમાંથી પસાર થયા છે. પરંતુ ઘણા સિતારાઓએ આ બીમારીને માત આપીને જિંદગીનો જંગ જીત્યો છે. આ લિસ્ટમાં વધુ એક અભિનેત્રીનું નામ સામેલ થઈ ગયું છે. આ અભિનેત્રીનું નામ હમસા નંદિની છે (Hamsa Nandini) જે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. હમસાએ કીમિથેરિપી દરમિયાન પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ મેસેજ લખ્યો છે.
કેન્સરથી પીડિત છે હમસા
હમસા બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે અને ત્રીજા સ્ટેજ પર છે. હાલમાં તેણે કેન્સરથી પીડિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. અભિનેત્રીના આ ખુલાસા બાદથી ફેન્સ હેરાન છે કારણ કે થોડા દિવસ પહેલા તેણે પોતાના 37માં બર્થડેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અભિનેત્રીએ લખી લાંબી પોસ્ટ
હમસા નંદીનીએ પોતાની પોસ્ટમાં લખ્યું- '4 મહિનામાં બ્રેસ્ટ પર એક નાની ગાંઠ જોવા મળી. તે સમયે મને ખ્યાલ આવી ગયો હતો કે મારી જિંદગી હવે પહેલા જેવી નહીં રહે. 18 વર્ષ પહેલાં મેં મારા માતાને બ્રેસ્ટ કેન્સરને કારણે ગુમાવી દીધા હતા. જ્યારે મને ગાંઠની જાણ થઈ હું ડોક્ટરને મળી. ત્યારે બાયોસ્પી થઈ અને જાણવા મળ્યું કે મને બ્રેસ્ટ કેન્સર છે. અત્યાર સુધી મારી 9 કિમોથેરિટી થઈ ચુકી છે અને 7 હજુ બાકી છે. મેં મારી જાતને વચન આપ્યું છે કે આ બીમારી સામે હાર નહીં માનુ. તેની સામે ચહેરા પર હાસ્ય અને જીતના વિશ્વાસ સાથે લડીશ.'
ફરીથી કરીશ વાપસી
અભિનેત્રીએ આગળ લખ્યું- હું મારી કહાની બધાને જણાવવા ઈચ્છું છું જેથી હું બીજાને શિક્ષિત અને પ્રેરિત કરવામાં મદદ કરી શકું.
આ પણ વાંચો- સાઉથ એક્ટ્રેસના ઈન્ટિમેટ ફોટા વાયરલ! પહેલાં લંપટ નિત્યાનંદ સાથેની તસવીરોએ પણ મચાવ્યો હતો ખળભળાટ
શેર કરી તસવીર
હમસા નંદિનીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી મજબૂત મેસેજ લખ્યો છે. તેની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેને જોઈને લોકો અભિનેત્રીના જુસ્સાને સલામ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે