Home> Entertainment
Advertisement
Prev
Next

Ileana DCruz Baby: અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ બની માતા, 1 ઓગસ્ટે દીકરાને આપ્યો જન્મ

Ileana DCruz Baby: ઇલિયાના ડિક્રુઝ માતા બની ગઈ છે અને તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. ઇલિયાના એ એક ઓગસ્ટ 2023 ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મની ગુડ ન્યુઝ તેણે એક પોસ્ટ શેર કરીને આપી હતી જેમાં તેણે દીકરાનો ચહેરો અને તેનું નામ બંને રીવિલ કર્યા છે. તેના દીકરાનું નામ ખૂબ જ યુનિક રાખવામાં આવ્યું છે.

Ileana DCruz Baby: અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ બની માતા, 1 ઓગસ્ટે દીકરાને આપ્યો જન્મ

Ileana DCruz Baby: થોડા મહિના પહેલા ઇલિયાના ડિક્રુઝે પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. આ ન્યુઝથી તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે એલીયાના દીકરો છે લગ્ન વિના જ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. ત્યારે હવે ઇલિયાના ડિક્રુઝ માતા બની ગઈ છે અને તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. ઇલિયાના એ એક ઓગસ્ટ 2023 ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મની ગુડ ન્યુઝ તેણે એક પોસ્ટ શેર કરીને આપી હતી જેમાં તેણે દીકરાનો ચહેરો અને તેનું નામ બંને રીવિલ કર્યા છે.

fallbacks

આ પણ વાંચો:

The Kerala Story ફેમ અદા શર્માએ ફિલ્મોમાંથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી આપી જાણકારી

પૂજા બનવા આયુષ્માન ખુરાનાએ લીધી આટલી ફી, અનન્યા પાંડે અને અન્ય કલાકારોની ફી પણ તગડી

30 હજાર કરોડના કૌભાંડને સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર

આજના સમયમાં બોલીવુડ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર પોતાના સંતાનોના ચહેરા અને નામ ઝડપથી રીલીવ કરતા નથી. પરંતુ ઇલિયાના એ એવું કંઈ જ કર્યું નથી. ઇલિયાના એ પોતાના દીકરાનો ચહેરો અને તેનું નામ બંને એક સાથે જ લોકોને જણાવ્યા છે. તેણે દીકરાનો ફોટો શેર કરીને તેનું નામ પણ જણાવ્યું છે. ઇલિયાના એ તેના દીકરાનું નામ કોઆ ફિનિક્સ ડોલન રાખ્યું છે. 

ઇલિયાના એ આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું છે કે તે કેટલી ખુશ છે તે વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દો નથી. સાથે જ તેને જણાવ્યું છે કે તેના દીકરાનો જન્મ 1 ઓગસ્ટના રોજ થયો હતો. એટલે કે દીકરાના જન્મના પાંચ દિવસ પછી તેણે સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યુઝ રીવિલ કરી છે.

જોકે દીકરાના જન્મ પછી તેના નામનો ખુલાસો તો તેણે કરી દીધો પરંતુ તેના પાર્ટનરના નામ ઉપર હજુ પણ સસ્પેન્સ રાખ્યું છે. થોડા સમય પહેલા એરીયા ના એ એક તસવીર શેર કરી હતી પરંતુ તેમાં પણ ઇલિયાના એ કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી. રિપોર્ટ્સ અનુસાર ઇલિયાના એ સગાઈ તો કરી છે પરંતુ લગ્ન હજુ સુધી થયા નથી. જોકે આ મામલે સાચું શું છે તે તો ઇલિયાના જ જણાવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More