Karan Mehra On Nisha Rawal Live In Relationship: તમને ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માં 'નૌતિક' નું પાત્ર તો યાદ જ હશે, જેમણે પોતાના માસૂમ ચહેરાથી ઘરે-ઘરે ઓળખ બનાવી હતી. આ પાત્રને ભજવનાર એક્ટર કરણ મેહરાની પર્સનલ લાઇફ આખુ વર્ષ વિવાદમાં રહી. તેમની પત્ની અને અભિનેત્રી નિશા રાવલ હવે અલગ થઇ ચૂક્યા છે. પરંતુ બંનેનું અલગ થવું ખરાબ સપના જેવું હતું. નિશા અને કરણ બંને એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા. તો બીજી તરફ એક ઇન્ટરવ્યુંમાં તો કરણે પત્ની પર અવૈધ સંબંધો વિશે પણ આશ્વર્યજનક ખુલાસા કર્યા.
ધર્મના ભાઇ સાથે એકસ્ટ્રા મેરિટલ અફેર
કરણ મેહરાએ જૂના ઇન્ટરવ્યુંમાં ઇમોશનલ થતાં કહ્યું હતું કે નિશા તેમને તેમના પુત્રને મળવા દેતી નથી. એટલું જ નહી તે કોઇ બીજા વ્યક્તિ સાથે તેમના જ ઘરે રહે છે. કરણે જણાવ્યું કે નિશાના તેમના ધર્મના ભાઇ રોહિત સાથિયા સાથે અફેર છે. એક્ટરે ખુલાસો કર્યો કે પહેલાં નિશા રોહિત સાથિયાને પોતાના ભાઇની માફક માનતી હતી અને તેને રાખડી બાંધતી હતી. પરંતુ પછી નિશાએ તેની સાથે સંબંધ અનૈતિક સંબંધ બનાવ્યા. તમે પણ જુઓ કરણ મેહરાનો તે વીડિયો જેમાં તેમણે આ શોકિંગ ખુલાસા કર્યા.
કર્યું હતું નિશાનું કન્યાદાન
કરણે આ વીડિયોમાં એ પણ જણાવ્યું કે નિશાની સાથે જે રોહિતના સંબંધ છે તેમણે સાવકા ભાઇ હોવાથી લગ્નમાં નિશાનું કન્યાદાન પણ કર્યું હતું. કરણે કહ્યું હતું કે આ વિશે મને ગત વર્ષે જ ખબર પડી. પરંતુ ત્યારથી હું કંઇપણ કહેતો તો લોકોને વિશ્વાસ થતો ન હતો. પુરાવા એકઠા કરવામાં મને 14 વર્ષ લાગી ગયા. તમને જણાવી દઇએ કે કંગના રનૌત અને એકતા કપૂરના શો લોકઅપમાં નિશા રાવલે પણ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શોમાં નિશાએ સ્વિકાર્યું હતું કે તેમના લગ્ન બાદ પણ અફેર હતું. તમને એ પણ જણાવી દઇએ કે ગત વર્ષે કરણ અને નિશા બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. નિશાએ કરણ પર મારઝૂડનો પણ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે