Home> Entertainment
Advertisement
Prev
Next

Raj Kundra Pornography Case: અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું, પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા બોલાવી

મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા પોર્નોગ્રાફી કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાને નિવેદન નોંધાવવા માટે બોલાવી છે. 
 

Raj Kundra Pornography Case: અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું, પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા બોલાવી

નવી દિલ્હીઃ Pornography Case: પોર્નોગ્રાફી મામલામાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાને સમન જારી કરવામાં આવ્યું છે. શર્લિન ચોપડાને આ સમન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે જારી કર્યું છે. સમનમાં મંગળવારે સવારે 11 કલાકે રૂબરૂ હાજર થઈ નિવેદન નોંધાવવાનું કહ્યું છે. મુંબઈ પોલીસે આ વાતની જાણકારી આપી છે. 

fallbacks

હાલમાં શર્લિન ચોપડાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે- છેલ્લા કેટલાક દિવસથી ઘણા પત્રકાર અને મીડિયા રિપોર્ટ મને કોલ-વોટ્સએસ/ઈમેલ કરી રહ્યાં છે અને તે કહે છે કે હું આ મુદ્દા વિશે કંઈ હોલુ. તમને જણાવું કે જે વ્યક્તિએ મહારાષ્ટ્ર સાઇબર સેલને સૌથી પહેલા આ વિષય પર નિવેદન આપ્યું તે કોઈ અન્ય નહીં પરંતુ હું છું. 

ટ્વીટમાં અભિનેત્રી આગળ કહે છે, હું અન્ડરગ્રાઉન્ડ નથી. આ શહેર કે દેશ છોડી ભાગવાનો પ્રયાસ કર્યો નથી. માર્ચ 2021માં સાયબર સેલની ઓફિસ જઈને મારૂ નિવેદન નોંધાવ્યું હતું. દોસ્તો આ વિષય પર બોલવા માટે ઘણું છે પરંતુ આ મેટર સબ-જ્યૂડિસ છે તેથી ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. તેથી હું તમને વિનંતી કરુ છું કે તે મહારાષ્ટ્ર સાયબર સેલનો સંપર્ક કરે અને પોતાના પ્રશ્નો તેમની સામે રાખે. 

આ પણ વાંચોઃ કેમેરાની સામે થઈ મોટી ગડબડ, જાહેરમાં OOPS MOMENT નો શિકાર થઈ બોલીવુડ અભિનેત્રીઓ

મહત્વનું છે કે પોર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રાને કોર્ટે 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી રાજ કુન્દ્રા સહિત 10 લોકોની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરી છે. આ લોકો ફિલ્મના નિર્માણ અને તેને પ્રસારિત કરવા સાથે સંડોવાયેલા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આ મામલે કેસ દાખલ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ છે કે તેમણે લંડનની એક કંપની સાથે ગઠબંધન કર્યું હતું, જે એક મોબાઇલ એપ હોટશોટ્સના માધ્યમથી અશ્લીલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગમાં સામેલ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More