Home> Entertainment
Advertisement
Prev
Next

#Throwback : અદિતી રાવ હૈદરીએ જણાવી ઓડિશનની કાળી કથા

એક ટોક શો દરમિયાન અદિતી રાવ હૈદરીએ પોતાના અંગત અનુભવો શેયર કર્યા હતા. હાલમાં અદિતીની ગણતરી ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે થાય છે.

#Throwback : અદિતી રાવ હૈદરીએ જણાવી ઓડિશનની કાળી કથા

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ એક ટોક શોમાં ઓડિશન દરમિયાન તેને થયેલા વિચિત્ર અનુભવ વિશે માહિતી આપી છે. એક ટોક શો દરમિયાન અદિતીએ માહિતી આપી છે કે ''ફિલ્મ યે સાલી જિંદગીના ઓડિશન દરમિયાન મારે અજાણી વ્યક્તિ સાથે અંતરંગ દ્રશ્યો આપવા પડ્યા હતા. આ વ્યક્તિ હતી અરૂણોદય સિંહ. એ સમયે મને લાગ્યું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે. જોકે અરૂણોદય સિંહ બહુ વિનમ્ર હતા.''

fallbacks

આ ટોક શોમાં અદિતીએ પોતાના જીવનના અનેક પાસાઓ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે મણિ રત્ન્મની બોમ્બેએ તેને  હિરોઇન બનવાની પ્રેરણા આપી હતી. બોમ્બેનું ગીત કહના હી ક્યા...મારા જીવન માટે ટર્નિગ પોઇન્ટ જેવું સાબિત થયું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Shine like the whole universe is yours... #TarunVishwa @BridesTodayIn #CoverGirl #MarchIssue

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

પોતાના પર્સનલ જીવન વિશે વાત કરતા અદિતીએ કહ્યું છે કે હું જ્યારે પાંચમા ધોરણમાં હતી ત્યારે મને પહેલો પ્રેમપત્ર મળ્યો હતો પણ મને ડેટિંગ કરવાની ખાસ તક નથી મળી. અદિતીએ 21 વર્ષની વયે એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કરી લીધા હતા પણ પછી બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. અદિતીએ કહ્યું છે કે મેં 21 વર્ષે તો લગ્ન કરી લીધા હતા એટલે મારી ડેટિંગ ગેમ તો ઝીરો છે. મને ડેટિંગ એટલે શું એ ખબર જ નથી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More