Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્નના માત્ર દસ જ દિવસમાં પત્નીથી કંટાળી ગયા આદિત્ય નારાયણ? 

બોલીવુડ (Bollywood) ના જાણીતા સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે થોડા સમય પહેલા જ ધામધૂમથી લગ્ન કર્યા. પરંતુ 10 જ દિવસમાં તેઓ પોતાની પત્ની શ્વેતા અગ્રવાલથી કંટાળી ગયા છે.

લગ્નના માત્ર દસ જ દિવસમાં પત્નીથી કંટાળી ગયા આદિત્ય નારાયણ? 

મુંબઈ: બોલીવુડ (Bollywood) ના જાણીતા સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે (aditya narayan) થોડા સમય પહેલા જ ધામધૂમથી લગ્ન કર્યા. પરંતુ 10 જ દિવસમાં તેઓ પોતાની પત્ની શ્વેતા અગ્રવાલથી કંટાળી ગયા છે. એક સાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે કહ્યું કે, 'મારી પત્ની ખૂબ જ આળસી અને બેપરવાહ છે. તે કાંઈ ન કરીને પણ પોતાનો આખો દિવસ વિતાવી શકે છે. જો કે આદિત્યએ એવું પણ કહ્યું કે, તે જે કામ કરે છે તે પર્ફેક્શનથી કરે છે. આ સિવાય તે કરિયરને લઈને બિલકુલ સતર્ક નથી.' બસ પત્નીની આ જ આદત આદિત્યને પસંદ નથી.

fallbacks

Durgamati Review: જ્યારે દેખાયો Bhumi Pednekarનો જલવો, ફિલ્મ પૂરી થઈ ગઈ

લગ્ન બાદ એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે એવું પણ કહ્યું કે, 'શ્વેતા ખૂબ જ હોશિયાર છે. તે જીવનમાં અલગ-અલગ અનુભવો લેવામાં વિશ્વાસ રાખે છે. પણ તે ખૂબ જ આળસુ છે. તેના અંદર બિલકુલ મહત્વાકાંક્ષા નથી. મારા માટે આ આશ્ચર્યજનક વાત છે કે તે આખો દિવસ કાંઈક કર્યા વિના બોર થયા વિના કાઢી નાખે છે.'

હાલની ફિલ્મોનું સંગીત ફ્લોપ: 90ના દાયકાના ગીતો જ મચાવી રહ્યા છે ધૂમ

આદિત્યે એવું પણ કહ્યું કે, હું નથી જાણતો કે તેને કરિયરમાં આગળ કાંઈ કરવું છે કે નહીં? અમે લાંબા સમયથી એકબીજાની સાથે હતા. પરંતુ અમે 365 દિવસ અને 24 કલાક એકબીજા સાથે જ નથી રહેવા માંગતા. આખા વર્ષમાં હું એક આખો દિવસ તેની સાથે નથી માંગતો. હા, હું તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું અને ફેમિલી આઉટિંગ વિશે વિચારું છું. તેના પ્રત્યે મારી ફીલિંગ વધી રહી છે.'

આદિત્યએ એવું પણ કહ્યું કે, 'શ્વેતા એક કેમિકલ એન્જીનિયર હતી, પછી અભિનેત્રી બની. હવે તે ફેશન ડિઝાઈનર છે. મારા તમામ સૂટ્સ અને બાકીના કપડા તે ડિઝાઈન કરે છે. હું જાણું છે કે તે ઑર્ગેનિક ફાર્મિંગ કરવા માંગે છે, આ એક વસ્તુ છે જે હું શીખવા માંગીશ.'

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More