નવી દિલ્હી: અર્જૂન કપૂર (Arjun Kapoor)ના કોરોના (Coronavirus) પોઝિટિવ થયા બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, મલાઇકા અરોરા (Malaika Arora) પણ કોવિડ-19થી સંક્રમિત થઇ છે. રિપોર્ટ અનુસાર, તેનામાં કોરોનાના લક્ષણ તો નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઇન કરી છે.
આ પણ વાંચો:- Sushant Case: રિયા ચક્રવર્તીની NCBની પૂછપરછ પૂર્ણ, આવતીકાલે ફરી થશે પૂછપરછ
સૂત્રોના અનુસાર, મલાઇકાની બહેન અમૃતા અરોરાએ આ વાતની પુષ્ટિ કરી છે કે મલાઇકા કોરોના પોઝિટિવ છે. તે ડાન્સ રિયલિટી શો, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પણ જજ કરતી રહી છે. આ શોના સેટ પર થોડા દિવસ પહેલા કેટલાક ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો:- દીપેશ સાવંતનુ NCBને નિવેદન- બોલીવુડ છોડવા માગતો હતો સુશાંત
આ પહેલા અર્જૂન કપૂર (Arjun Kapoor)એ સોશિયલ મીડિયા પર તેના કોરોના પોઝિટિવ આવ્યાની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, આ મારી જવાબદારી છે કે હું તમને બધાને જાણ કરું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હું અત્યારે સ્વસ્થ અનુભવ કરી રહ્યો છું અને મારા શરીરમાં કોરોનાના લક્ષણ દેખાઇ રહ્યાં નથી. મેં ડોક્ટર અને તંત્રની સલાહ પર પોતાને આઇસોલેટ કર્યો છે અને હું હોમ ક્વોરેન્ટાઇમાં રહીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે