Home> Entertainment
Advertisement
Prev
Next

Saba Azad: ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ

Saba Azad: સબા આઝાદે જણાવ્યું હતું કે તે વોઇસ ઓવર રેકોર્ડ કરી રહી છે અને તે પણ બે વર્ષ પછી. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તે વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. તેણે ઘણા બધા લોકો સાથે કામ કર્યું છે અને એડ્સમાં અવાજ આપ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો કે તેની પાસે કોઈ કામ ન હતું. 

Saba Azad: ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ

Saba Azad: બોલીવુડ ઋતિક રોશન અને સબા આઝાદ એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. અલગ અલગ ફંક્શનમાં પણ તેઓ સાથે જોવા મળે છે. જોકે ઋત્વિક રોશન સાથેના સંબંધોની શરૂઆત થઈ ત્યારે સબા આઝાદ માટે આ સંબંધો નુકસાનકારક સાબિત થયા હતા. એક ઇન્ટરવ્યૂમાં સબા આઝાદે પોતે જણાવ્યું હતું કે રિતિકને ડેટ કર્યા પછી બે વર્ષ સુધી તેને કામ મળ્યું નહીં. 

fallbacks

આ પણ વાંચો: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીરના લગ્ન..

સબા આઝાદે પોતાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે તે વોઇસ ઓવર રેકોર્ડ કરી રહી છે અને તે પણ બે વર્ષ પછી. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તે વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. તેણે ઘણા બધા લોકો સાથે કામ કર્યું છે અને એડ્સમાં અવાજ આપ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો કે તેની પાસે કોઈ કામ ન હતું. 

આ પણ વાંચો: Border 2: 27 વર્ષ પછી આવી રહી છે બોર્ડર 2 ફિલ્મ, સની દેઓલે શેર કર્યો ખાસ Video

સબા આઝાદે આગળ કહ્યું કે એક દિવસ તેને અચાનક જ યાદ આવ્યું કે છેલ્લા બે મહિનાથી તેને રેકોર્ડિંગ માટે બોલાવવામાં આવી નથી. સમય પસાર થતો ગયો અને મહિના વર્ષોમાં બદલી ગયા. ત્યાર પછી તેણે એક ડાયરેક્ટર ને પૂછ્યું કે તે વોઇસ ઓવર માટે તેને શા માટે નથી બોલાવતા ? ત્યારે તેનો જવાબ આપ્યો કે તેમને એવું લાગ્યું કે હવે તેને વોઈસ ઓવર કરવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય. કારણ કે તે રિતિક રોશનને ડેટ કરી રહી છે... 

આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્નના પ્રશ્ન પર સોનાક્ષી સિંહાએ ચોખ્ખું કહી દીધું, "આ મારી ચોઈસ..."

સબા આઝાદ થિયેટર આર્ટિસ્ટ છે. તેણે થિયેટર આર્ટિસ્ટ તરીકે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે એક મ્યુઝિકશન પણ છે. સબ આઝાદ છેલ્લે મીની સિરીઝ હુઝ યોર ગાયનેકમાં જોવા મળી હતી. ટૂંક સમય માટે અનુરાગ કશ્યપની ફિલ્મમાં પણ કામ કરતી જોવા મળશે. જોકે હજુ સુધી આ ફિલ્મનું નામ ફાઇનલ થયું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More