મુંબઇ: નિર્દેશક-અભિનેતાની જોડી, જોયા અખ્તર અને વિજય રાજ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સીરીઝ ''મેડ ઇન હેવન'' સાથે વાપસી કરવા માટે પુરી રીતે તૈયાર છે. ગલી બોયમાં પોતાના પાત્રની સાથે એક ઉંડી છાપ છોડનાર અભિનેતા અભિનેતા વિજય રાજ હવે જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા બનાવવામાં આવેલી આગામી પ્રાઇમ ઓરિજનલ સીરીઝમાં એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે વિજય રાજે પોતાના પ્રતિષ્ઠિત પાત્રોની સાથે લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું છે અને હવે ''મેડ ઇન હેવન''ની સાથે તે વેબની દુનિયામાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
શોમાં થનાર લગ્નમાં દર્શકો વચ્ચે ખૂબ ઉત્સુકતા પેદા કરવામાં આવી છે. દિલ્હીમાં ઘણા સ્થળો પર શૂટિંગ કરવામાં આવ્યું છે. ''મેડ ઇન હેવન'' પરફેક્ટ વેડિંગનું પરફેક્ટ વર્ણન રજૂ કરે છે. જોયા અખ્તર, નિત્યા મેહરા, અલંકૃતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયરની સાથે રીમા કાગતીએ લગ્નના વિભિન્ન પાસાઓને રજૂ કરવા માટે સહયોગ કર્યો છે.
દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!
શોભિતા ધુલિપાલા અને તારા ખન્નાની સાથે, અર્જુન માથુર અને કરણ મેહરા અભિનીત, મેડ ઇન હેવનમાં વેડિંગ પ્લાનર્સની જીવનશૈલી રજૂ કરવામાં આવશે. કબીર બસરાઇના રૂપમાં શશાંક અરોરા, જૈજના રૂપમાં શિવાની રધુવંશી, ફૈજા નકવીના રૂપમાં કલ્કિ કોચલિન અને આદિલ ખાનના રૂપમાં જિમ સર્ભ જેવા દમદાર સપોર્ટિંગ કાસ્ટ સાથે શોમાં પાવર પેક પ્રદર્શન જોવા મળશે. તો શ્વેતા ત્રિપાઠી, પુલકિત સમ્રાટ, અમૃતા પુરી અને મનજોત સિંહ અન્ય લોકો તારા અને કરણના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળશે.
એક્સેલ એંટરટેનમેંટના બેનર હેઠળ બનેલી રિતેશ સિધવાણી અને ફરહાન અખતર દ્વારા નિર્મિત તથા જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા રચિત, અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આ આગામી શ્રેણી 8 માર્ચ 2019ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે