Home> Entertainment
Advertisement
Prev
Next

એક જ BMCના બે રૂપ, કંગનાની ઓફિસ પર ચાલ્યું બુલડોઝર પરંતુ મનીષ મલ્હોત્રા પર દેખાડી દયા


એક જ પ્રકારના મામલામાં મહાનગર પાલિકા (BMC) ની બે અલગ-અલગ ભૂમિકા સામે આવી છે. 
 

એક જ BMCના બે રૂપ, કંગનાની ઓફિસ પર ચાલ્યું બુલડોઝર પરંતુ મનીષ મલ્હોત્રા પર દેખાડી દયા

મુંબઈઃ એક જ પ્રકારના મામલામાં મહાનગર પાલિકા  (BMC)ની બે અલગ-અલગ ભૂમિકા સામે આવી છે. બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં કંગના રનૌત  (Kangana Ranaut)ની ઓફિસની બાજીમાં મનીષ મલ્હોત્રાનો બંગલો છે. મુંબઈ મહાનગર પાલિકાએ મનીષ મલ્હોત્રા (Manish Malhotra)ના બંગલા પર કારણ દર્શાવો નોટિસજારી કરી છે. પરંતુ બંન્નેની સાથે થયેલા વર્તનમાં જમીન આસમાનનું અંતર છે. 

fallbacks

એક જ દિવસે લગાવવામાં આવી નોટિસ
કંગના રનૌત અને મનીષ મલ્હોત્રા બંન્નેને એક દિવસે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ નોટિસમાં મનીષ મલ્હોત્રાને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી જ્યારે કંગના રનૌતને 24 કલાકનો સમય આપીને તોડવાની કાર્યવાહી કરવામાં આવી. 

એકને મળી 24 કલાક, બીજાને સાત દિવસ
ઉલ્લેખનીય છે કે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના બંગલામાં ગેરયાકદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ નોટિસ આપવામાં આવી છે અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો સ્પષ્ટતા કરવા માટે. જ્યારે બીજીતરફ કંગનાને સ્ટોપ વર્ક નોટિસ તત્કાલ આપવામાં આવી અને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. બાંદ્રા પાલી હિલમાં મનીષ મલ્હોત્રાનો નંબલા નંબર 6 છે જ્યારે કંગનાનો બંગલા નંબર 5 છે. 

કંગના પર કાર્યવાહીથી રાજ્યપાલ કોશ્યારી નારાજ, કેન્દ્રને મોકલશે રિપોર્ટ

શું છે ગેરકાયદેસર
મુંબઈ મહાનગરપાલિકાની નોટિસ પ્રમાણે, રહેણાક વિસ્તાર હોવા છતાં વ્યાવસાયિક ઇમારતના રૂપમાં બનાવવામાં આવી છે. બંગલાના બીજા માળે ટેરેસ પર શેડ બનાવીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. 

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કરી નિંદા
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બુધવારે મુંબઈમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરવાને લઈને વિધાનસભામાં નિંદા કરી છે. આ મુદ્દો શરૂઆતમાં વિધાસભામાં અપક્ષ ધારાસભ્ય હોશિયાર સિંહના માધ્યમથી ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હાઈકોર્ટના પ્રતિબંધ છતાં કંગનાના ઘરને પાડી દેવામાં આવ્યું. 

સીએમે ઘટનાને ગણાવી નિંદનીય
તેમણે કહ્યું, તે હિમાચલ પ્રદેશની પુત્રી છે અને મુખ્યમંત્રીએ શિવસેના સરકાર તરફથી તેની જાનને ખતરો હોવાને કારણે સુરક્ષા આપી હતી. તેનો જવાબ આપતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ કે, અભિનેત્રીના પિતા પણ તેમને મળ્યા અને તેની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ, અમે મનાલીમાં તેના આવાસની બહાર સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર મહારાષ્ટ્ર સરકારને અપીલ કરશે કે તેને યોગ્ય સુરક્ષા આપવામાં આવે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More