Home> Entertainment
Advertisement
Prev
Next

Love Sex Dhokha 2: લસ્ટ સ્ટોરીઝ 2 પછી હવે જોવા મળશે લવ સેક્સ ઔર ધોખા 2, આ તારીખે થશે રિલીઝ

Love Sex Dhokha 2: વર્ષ 2010માં ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા આવી હતી અને તેણે દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. દિગ્દર્શક દિબાકર બેનર્જી હવે આ ફિલ્મનો બીજો પાર્ટ લાવી રહ્યા છે. આ ફિલ્મ લવ સેક્સ ધોખા 2 હશે. એલએસડીના બીજા ભાગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનમાં પ્રેમ અને સેક્સ જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે તે દર્શાવવામાં આવશે.. 

Love Sex Dhokha 2: લસ્ટ સ્ટોરીઝ 2 પછી હવે જોવા મળશે લવ સેક્સ ઔર ધોખા 2, આ તારીખે થશે રિલીઝ

Love Sex Dhokha 2: વર્ષ 2010માં ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા આવી હતી અને તેણે દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. દિગ્દર્શક દિબાકર બેનર્જી હવે આ ફિલ્મનો બીજો પાર્ટ લાવી રહ્યા છે. આ ફિલ્મ લવ સેક્સ ધોખા 2 હશે. દિબાકર એલએસડીના બીજા ભાગમાં આજના સમયને સ્ક્રીન પર લાવશે. વર્ષ 2010નો સમયગાળો એવો હતો કે જ્યારે મોબાઈલ ફોનના કેમેરા દરેક હાથમાં પહોંચી ગયા અને લોકો તેમની અંતરંગ પળોને મોબાઈલ પર કેદ કરવા લાગ્યા હતા. ત્યારે હવે લવ સેક્સ ઔર ધોખા 2માં સોશિયલ મીડિયાની દુનિયા બતાવવામાં આવશે. 

fallbacks

આ પણ વાંચો:

શ્રીદેવીને દિવ્યા ભારતીની અધુરી ફિલ્મ કરવી પડી ભારે, સેટ પર બનેલી ઘટનાથી ઉડી ગયા હોશ

મારી સફળતાની તે સમયના સ્ટારકિડ્સને ઈર્ષા થતી.. ઘણી ફિલ્મો છીનવી, અમીષા પટેલનો ધડાકો

Bollywood: જ્યારે આ પ્રખ્યાત અભિનેત્રીએ કબૂલી વેશ્યાવૃતિની વાત તો મચી ગયો હોબાળો...

લવ સેક્સ ઔર ધોખા 2 ફિલ્મમાં સોશિયલ મીડિયાની વાતો કરવામાં આવશે. સોશિયલ મીડિયા લોકોના જીવનમાં પ્રેમ અને સેક્સને કેવી રીતે અસર કરી રહ્યું છે તે દર્શાવવામાં આવશે. સોશિયલ મીડિયાની આડમાં લોકો કેવી છેતરપિંડી કરે છે તે પણ દર્શાવવામાં આવશે. એકતા કપૂર અને તેની ટીમ દ્વારા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EktaaRkapoor (@ektarkapoor)

ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થશે. જો કે લવ સેક્સ ઔર ધોખા 2ની સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ માનવામાં આવે છે કે પહેલી ફિલ્મની જેમ આ વખતે પણ નવા ચહેરા ફિલ્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ત્યારે લવ સેક્સ ઔર ધોખામાં નુસરત બરૂચા, અંશુમન ઝા અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More