Home> Entertainment
Advertisement
Prev
Next

હનીમૂન નહીં કામ પહેલા.... લગ્ન પછી ટ્રીપ કેન્સલ કરી Sidharth Malhotra એ શરુ કર્યુ કામ

Sidharth-Kiara : લગ્ન પછી કિયારાને એકલી મુકી સિદ્ધાર્થ ફિલ્મ યૌદ્ધાનું શૂટિંગ કરવામાં વ્યસ્ત થયો. બોલિવૂડનું આ કપલ હાલ હનીમૂન માટે કામમાંથી બ્રેક લેવાનું નથી. તેઓ તેમના વર્ક કમિટમેન્ટને પુરા કરશે.

હનીમૂન નહીં કામ પહેલા.... લગ્ન પછી ટ્રીપ કેન્સલ કરી Sidharth Malhotra એ શરુ કર્યુ કામ

Sidharth-Kiara : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન પછી મુંબઈ પરત આવી ગયા છે. આ કપલએ મુંબઈમાં પોતાનું શાનદાર રિસેપ્શન રાખ્યું હતું. તેમના રિસેપ્શનમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ચાહકોને હતું કે બંને રિસેપ્શન પછી હનીમૂન માટે જાશે. પરંતુ બંને જણા પોતાના કામ પરત ફર્યા છે. લગ્ન પછી કામની શરૂઆત સિદ્ધાર્થે કરી છે. સિદ્ધાર્થ પોતાની આગામી શૂટિંગ પર પરત ફર્યો હતો. તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે સિદ્ધાર્થ પાસે હાલ હનીમૂન માટે બ્રેક લેવાનો સમય નથી. 

fallbacks

આ પણ વાંચો:

દરિયા કિનારે બેકાબૂ થઈ ગઈ કવિતા કૌશિક, બીચ પર પતિ સાથે મસ્તી કરતાં કરી લીધી Kiss

તારક મેહતા શોમાં દયાભાભીની એન્ટ્રી થશે કે નહીં ? અસિત મોદીએ કર્યો સૌથી મોટો ખુલાસો

70 કરોડના અપાર્ટમેંટ સહિત Kiara-Sidharth એ આ વસ્તુઓ પર કર્યો છે કરોડોનો ખર્ચ

રિસેપ્શન પછી પહેલી વખત સિદ્ધાર્થ મલ્હોત્રા કેમેરામાં કેદ થયો હતો. તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાના આ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્દેશક શશાંક ખેતાન સાથે જોવા મળ્યો હતો. લગ્ન પછી તુરંત જ તેણે ફિલ્મ યોદ્ધા માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન પછી હનીમૂન માટે નથી જઈ રહ્યા. બંને પોતાના વર્ક કમિટમેન્ટને પૂરા કરશે અને પછી બ્રેક લેશે. આજ કારણ છે કે સિદ્ધાર્થ પણ લગ્ન પછી યોદ્ધા ફિલ્મનું શૂટિંગ શરૂ કરી ચૂક્યો છે. 

મહત્વનું છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમના પરિવારના લોકો અને ફિલ્મ જગતના તેમના નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન પછી બંનેએ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. એક રિસેપ્શન દિલ્હીમાં યોજાયું હતું અને બીજું રિસેપ્શન 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More